<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 'અકિલા'ના આંગણે પધાર્યા : સરળતા અને આત્મીયતા સાથે સ્ટાફ પરિવારને મળ્યા

રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 'અકિલા'ના આંગણે પધાર્યા હતા, જ્યાં તેમના વ્યક્તિત્વની સરળતા અને આત્મીયતા ઉજાગર થઈ હતી. તેમણે 'અકિલા' સ્ટાફ પરિવાર સાથે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ પ્રસંગની તસવીરમાં નિલેશભાઈ શીશાંગિયા, ધવલભાઈ કારિયા, મીતભાઈ ચુડાસમા, અકિલા પરિવારના સદ્‌ગત વડિલ સદસ્ય નરેન્દ્રભાઈ (નરેન્દ્ર મામા)ના બંને પૌત્ર નંદ પારેખ અને ગિર્વાણ પારેખ, તેમજ યશ્‍વી ગોસ્‍વામી, કૃપા ગોસ્‍વામી અને દેવાંશી પંચાલ ઉપસ્થિત જોવા મળે છે. (તસ્વીર - સંદિપ બગથરીયા)
 

(3:57 PM IST)