તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સમાં આજે નિશ્ચિત ભંગાણ ? સાંસદ રૂહુલ્લાહ મેહદી પક્ષ અને લોકસભામાંથી ગમે તે ઘડીએ રાજીનામું આપે તેવી શક્યતા
કાશ્મીરના બડગામની આજની જાહેરસભા ઉપર સૌની નજર : કલમ ૩૭૦, અનામત અને ચૂંટણી વચનો મુદ્દે પક્ષના નેતૃત્વથી નારાજગી

જમ્મુ, તા. ૩ : જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં મોટી ઊથલપાથલની અટકળો વચ્ચે શ્રીનગરના નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રૂહુલ્લાહ મેહદી આજે બડગામના ‘બેહિશ્ત-એ-ઝહરા પાર્ક’ ખાતે યોજાનારી જાહેરસભામાં પક્ષ અને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી ચર્ચા છે. તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
રૂહુલ્લાહને કલમ ૩૭૦ની પુનઃસ્થાપના, બંધારણીય અધિકારો, અનામત અને કેદીઓની મુક્તિ જેવા મુદ્દાઓ ઉપર પક્ષના નેતૃત્વ સાથે ગંભીર મતભેદ હોવાનું જણાવાય છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેમણે શ્રીનગર બેઠક ઉપર ૩,૫૬,૮૬૬ મત મેળવી પીડીપીના વહિદ-ઉર-રહેમાન પારાને ૧,૮૮,૪૧૬ મતથી હરાવ્યા હતા.
જો તેઓ સાંસદપદેથી રાજીનામું આપે અને લોકસભાના અધ્યક્ષ તેનો સ્વીકાર કરે તો શ્રીનગર બેઠક ઉપર પેટાચૂંટણીની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે રૂહુલ્લાહે રાજ્યની ચૂંટાયેલી સરકારને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ મળવો જોઈએ તેવું વલણ વ્યક્ત કર્યું છે. તેમના આગામી રાજકીય નિર્ણય ઉપર સૌની નજર છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
