હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનની મહાખતરનાક ચાલ: રણપ્રદેશમાં બનાવી રહ્યો છે ગુપ્ત 'પરમાણુ કિલ્લો': સેટેલાઇટ તસવીરોથી ડરી ગયું અમેરિકા
શિનજિયાંગ અને ગાંસુના રણમાં ૮૦થી વધુ લોન્ચ પેડ અને અષ્ટકોણીય લશ્કરી મથકોનું આક્રમક બાંધકામ : પ્રથમ પરમાણુ હુમલો વેઠ્યા બાદ પણ દુનિયાને નકશામાંથી ભૂંસી નાખવાની 'સેકન્ડ-સ્ટ્રાઇક' ક્ષમતા વધારવા ડ્રેગનનો મોટો ખેલ

બેઇજિંગ : વૈશ્વિક સત્તા પર આધિપત્ય જમાવવાના આંધળા આકર્ષણમાં ચીને તેના રણપ્રદેશોમાં એક એવો પરમાણુ કિલ્લો તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેણે પશ્ચિમી દેશો સહિત સમગ્ર વિશ્વની ઊંઘ ઉડાડી દીધી છે. રોઇટર્સ દ્વારા જાહેર કરાયેલી અને ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ દ્વારા વિશ્લેષણ કરાયેલી નવીનતમ સેટેલાઇટ છબીઓ પરથી ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચીન તેના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિનજિયાંગ અને ગાંસુ પ્રાંતના નિર્જન રણમાં ખૂબ જ મોટા પાયે લશ્કરી માળખાકીય સુવિધાઓ ઉભી કરી રહ્યું છે. હજારો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગુપ્ત નેટવર્કનો મુખ્ય હેતુ ચીનની સૌથી શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (ICBM) ને અભેદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.
સેટેલાઇટ તસવીરોમાં શિનજિયાંગના હામી ન્યુક્લિયર મિસાઇલ ક્ષેત્ર નજીક ૮૦ થી વધુ મજબૂત કોંક્રિટ લોન્ચ પેડ અને ત્રણ વિશાળ અષ્ટકોણીય (Octagonal) લશ્કરી થાણાઓ સ્પષ્ટપણે દ્રશ્યમાન થયા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આટલા મોટા પાયે પરમાણુ માળખું ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. આ હાઈ-ટેક લશ્કરી સંકુલમાં માત્ર મિસાઈલ લોન્ચર્સ જ નહીં, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર યુનિટ્સ, અંડરગ્રાઉન્ડ બંકર્સ, એરસ્ટ્રીપ્સ અને કમાન્ડ સેન્ટર્સને જોડતી અત્યંત ગુપ્ત ફાઈબર-ઓપ્ટિક કેબલ લાઈનો પણ બિછાવવામાં આવી છે. ચીન આ નેટવર્ક દ્વારા તેની 'સેકન્ડ-સ્ટ્રાઇક' ક્ષમતાને લોખંડી બનાવી રહ્યું છે, જેનો અર્થ એ થાય કે જો કોઈ દુશ્મન દેશ ચીન પર પહેલો પરમાણુ હુમલો કરીને તેની સૈન્ય વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરે, તો પણ ચીન રણમાં છુપાયેલા આ અજેય થાણાઓથી પલટવાર કરીને સામે વાળા દેશને પળવારમાં રાખમાં ફેરવી શકે છે.
ડ્રેગનની આ ખતરનાક પરમાણુ ગતિવિધિઓએ અમેરિકા અને યુરોપિયન યુનિયનની ચિંતાઓમાં ભારે વધારો કર્યો છે. સૈન્ય અહેવાલો અનુસાર, ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ થી વધુ પરમાણુ હથિયારો તૈયાર કરી લેશે અને હાલમાં જ તેના ત્રણ મુખ્ય મિસાઇલ ક્ષેત્રોમાં ૧૦૦ જેટલી લાંબી અંતરની ICBM મિસાઇલો તૈનાત કરી દેવામાં આવી છે. એક તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાઇવાન મુદ્દે ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લી ચેતવણી આપી છે, તો બીજી તરફ રણમાં આ અદ્રશ્ય પરમાણુ સામ્રાજ્યનું નિર્માણ કરીને પોતાની ભવિષ્યની ખતરનાક વ્યુહરચનાના સંકેત આપ્યા છે. ચીનની આ રહસ્યમય અને આક્રમક સૈન્ય તૈયારી આગામી સમયમાં વૈશ્વિક સ્તરે મહાસત્તાઓ વચ્ચે પરમાણુ હરીફાઈને વધુ તીવ્ર બનાવશે તે નક્કી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
