તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું મોટું નિવેદન: મધ્ય પૂર્વ યુદ્ધ અટકાવવા બ્રિક્સ દેશોને શાંતિદૂત બનવા અપીલ
ટ્રમ્પના દંડાત્મક ટેરિફ અને સંરક્ષણવાદ સામે એક થવા બ્રિક્સ દેશોને અપીલ: AI ક્ષેત્રે સહયોગ વધારવા પ્રસ્તાવ

નવી દિલ્હી: BRICS સમિટમાં હાજરી આપવા પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય પૂર્વના યુદ્ધ અને યુએસ ટેરિફ નીતિઓ પર મહત્વના નિવેદનો આપ્યા છે. સરકારી ટીવી ચેનલ CCTV અનુસાર, સમિટને સંબોધતા શીએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં નથી અને બ્રિક્સ જૂથે આ ક્ષેત્રમાં શાંતિ નિર્માતાની ભૂમિકા ભજવવી જોઈએ.
સાત વર્ષના લાંબા વિરામ બાદ ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે ચીન મધ્ય પૂર્વ અને ખાડી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે BRICS સભ્ય દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે આ યુદ્ધથી સમગ્ર ક્ષેત્રના લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે ચીન આગામી વર્ષે ૧૯મી BRICS સમિટનું આયોજન કરશે અને જૂથનું પ્રમુખપદ સંભાળશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા દંડાત્મક ટેરિફ અંગે શી જિનપિંગે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે BRICS દેશોને મનસ્વી ટેરિફ અને તમામ પ્રકારના સંરક્ષણવાદનો અસ્વીકાર કરવા આહવાહન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજીના માધ્યમથી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સાર્વભૌમત્વના ઉલ્લંઘન સામે વિરોધ નોંધાવવા અપીલ કરી હતી.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
