<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કેરળમાં ચર્ચ પાદરીના એક નિવેદનથી ભારે ખળભળાટ: 'ચર્ચમાં લગ્ન કરાવતાં પહેલાં HIV ટેસ્ટ ફરજિયાત કરો, દીકરીઓનું શોષણ નથી થયું તે ચકાસો'; સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ!

માર થોમા ચર્ચના ટ્રસ્ટી ડૉ. કે. થોમસના નિવેદન પર વિવાદ વકર્યો; યુવાનોની ગરિમા અને પ્રાઈવસી પર પ્રહાર ગણાવી ટીકાકારોએ આકરા પ્રહારો કર્યા.

તિરુવનંતપુરમ, તા.૦૪: કેરળના તિરુવનંતપુરમમાં માર થોમા ચર્ચના એક પાદરી અને ટ્રસ્ટી ડૉ. કે. થોમસના વિવાદિત નિવેદનને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. એક કાર્યક્રમમાં બોલતી વખતે પાદરીએ માગ કરી છે કે ચર્ચમાં યુવક-યુવતીના લગ્ન કરાવતાં પહેલાં તેમનો HIV ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવવો જોઈએ. આ ઉપરાંત, તેમણે દુલ્હનોના અંગત જીવન અંગે કરેલી કેટલીક ટિપ્પણીઓને કારણે સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

HIV ટેસ્ટ ફરજિયાત કરવાની માગણી તિરુવનંતપુરમની એક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વાલીઓને સંબોધતા પાદરીએ જણાવ્યું હતું કે, "માર થોમા ચર્ચમાં થતાં تمام લગ્નો પહેલાં કપલે HIV ટેસ્ટ કરાવવો જ જોઈએ." તેમણે ઉમેર્યું કે માતા-પિતાએ આ વાતનું ખોટું લગાડવું જોઈએ નહીં. કર્ણાટક સરકાર દ્વારા કોલેજ કેમ્પસમાં કરાતા ટેસ્ટિંગનો હવાલો આપીને તેમણે ચર્ચમાં પણ આ જ નિયમ લાગુ કરવાની વાત કરી હતી. 

દીકરીઓના શોષણને લઈને વિવાદિત પ્રહાર વાલીઓને સંબોધતી વખતે પાદરીએ વધુમાં કહ્યું કે, જ્યારે માતા-પિતા પોતાની ૨૭ વર્ષની દીકરીને દુલ્હન બનાવીને ચર્ચમાં લાવે છે, ત્યારે તેમણે એ બાબતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની સાથે અગાઉ કોઈ અયોગ્ય વર્તન કે શોષણ થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે આ કૌટુંબિક કાર્યક્રમનો હેતુ માતા-પિતાને આવા કિસ્સાઓ પ્રત્યે જાગૃત કરવાનો હતો. 

સોશિયલ મીડિયા અને જનતાનો ભારે આક્રોશ પાદરીના આ નિવેદન બાદ યુવાનો અને સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ટીકાકારોનું કહેવું છે કે લગ્નને HIV ટેસ્ટ સાથે જોડવું અને યુવતીઓના ચારિત્ર્ય કે ભૂતકાળ પર સવાલો ઉઠાવવા એ યુવાનોની ગરિમા અને અંગત જીવન (પ્રાઈવસી)નું ભારે અપમાન છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ નિવેદનની આકરી ટીકા કરી રહ્યા છે અને પાદરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

(4:14 PM IST)