તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ડાયાબિટીસ નિયંત્રણ માટે તજ ઉપયોગીઃ પતંજલિના સંશોધનને યુએસની જર્નલની પુષ્ટિ

હરિદ્વાર તા.૧૬: પતંજલિના વૈજ્ઞાનિકોના અથાક પ્રયાસો ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચમકી રહ્યા છે. પતંજલિના વૈજ્ઞાનિકો દ્વારા તજ પર કરવામાં આવેલા સંશોધનને પ્રખ્યાત અમેરિકન જર્નલ ફૂડ રિસર્ચ ઇન્ટરનેશનલ દ્વારા માન્યતા અપાઈ છે. સાથે એ પણ પુષ્ટિ આપવામાં આવી છે કે તજમાં જોવા મળતા બાયોએક્ટિવ સંયોજનો ડાયાબિટીસ જેવા ગંભીર રોગને પણ નિયંત્રિત કરી શકે છે. આ સંશોધન ડાયાબિટીસની સારવારમાં તજની ભૂમિકા માટે નવા પરિમાણો પણ ખોલે છે.
તજ માટે પતંજલિના સંશોધન કાર્યના અધિકૃત ડેટા ફૂડ રિસર્ચ ઇન્ટરનેશનલ, એક પ્રખ્યાત અમેરિકન જર્નલ, એલ્સેવિયરને મોકલાયા હતા. આંતરરાષ્ટ્રીય જર્નલે તજના બાયોએક્ટિવ તત્વો (જૈવઉપલબ્ધતા), ડાયાબિટીસ નિયંત્રણમાં તેની ભૂમિકા (હાયપોગ્લાયકેમિક) અને વિવિધ ખોરાક સાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની અસરકારકતા અંગે પતંજલિના સંશોધનને સ્વીકારી, તેને પ્રકાશિત કર્યું છે. પતંજલિના વૈજ્ઞાનિકોએ વિવિધ ખાદ્ય અનાજ સાથે તજના સ્વતંત્ર અને સલામત ઉપયોગ સંબંધિત વૈજ્ઞાનિક પાસાઓનું વિગતવાર વિશ્લેષણ કર્યું હતું.આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું છે કે પતંજલિનો ઉદ્દેશ માત્ર સંશોધન નહીં, ગંભીર બીમારીઓ સામે ઉકેલ પણ શોધવાનો છે. તજ પરનો આ અભ્યાસ તે દિશામાં એક મજબૂત પગલું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
