તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાની સેના અને રેન્જર્સ સામે નાગરિકો રસ્તા પર ઉતર્યા : PoK માં બળવો, ગૃહયુદ્ધ જેવી ભયાનક સ્થિતિ
રાવલકોટથી મુઝફ્ફરાબાદ સુધી ભડકે બળતી હિંસા: પાકિસ્તાની પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ગોળીબાર : ડ્રોન હુમલા અને ટીયર ગેસના શેલ છોડાતા ૯ નાગરિકોના મોત : સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર માં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર પ્રદેશ હોમરાહ બનીને ગૃહયુદ્ધના આરે પહોંચી ગયો છે. રાજધાની મુઝફ્ફરાબાદમાં શનિવારે પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે ભયાનક અથડામણો થઈ હતી. મોઢા પર રૂમાલ બાંધીને રસ્તા પર ઉતરેલા હજારો આક્રોશિત નાગરિકોએ પાકિસ્તાની સેના અને પ્રશાસન વિરુદ્ધ પ્રચંડ નારેબાજી કરી હતી. સ્થિતિને વણસતી અટકાવવા માટે પાકિસ્તાની રેન્જર્સ અને PoK પોલીસે પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસના સેંકડો શેલ છોડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો.
છેલ્લા ૧૫૦ દિવસથી રાવલકોટમાં ચાલી રહેલા બળવાને ડામવા અને વિરોધ પ્રદર્શનના મુખ્ય સ્થળોને ખાલી કરાવવા માટે પાકિસ્તાની રેન્જર્સે ગુરુવારથી આક્રમક "ક્લિયરન્સ ઓપરેશન" શરૂ કર્યું છે. પાકિસ્તાની દળો દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓ પર RPG-7 રોકેટ, ડ્રોન હુમલા અને ગોળીબારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં મુઝફ્ફરાબાદના અપર પ્લેટ અને ચેલા બાંડી વિસ્તારોમાં નાગરિકોએ ટાયરો સળગાવીને મુખ્ય રસ્તાઓ જામ કરી દીધા હતા. ત્રણ દિવસથી ચાલતા આ લોહિયાળ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૯ નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે.
રેન્જર્સ અને અર્ધલશ્કરી દળોએ રાવલકોટ બસ ટર્મિનલ અને ઉમર ફારૂક ચોક પર બળજબરીપૂર્વક કબ્જો મેળવી લીધો હોવા છતાં, ૨૦,૦૦૦ થી વધુ બહાદુર પ્રદર્શનકારીઓ સેનાની ગોળીઓ અને ડ્રોન હુમલા વચ્ચે પણ પીછેહઠ કરવા તૈયાર નથી. સમગ્ર મુઝફ્ફરાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે, બજારો સંપૂર્ણપણે બંધ છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ્પ કરી દેવાઈ છે. પાકિસ્તાની શાસકો સામે PoK ના નાગરિકોનો આ આરપારનો જંગ હવે વધુ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે ઈસ્લામાબાદના શાસકોના પેટમાં તેલ રેડાયું છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
