<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ઉદ્યોગસાહસિકે ચૂંટણી જાહેરાતોમાં મેટાને પણ પાછળ છોડયું: ભાજપે એક વર્ષમાં તેમની કંપનીને ચૂકવ્‍યા ૨૮.૫ કરોડ રૂપિયા

પુણે નજીકની સીએનએક્‍સ મીડિયાને ભાજપના ચૂંટણી પ્રચાર ખર્ચના ૧૬ ટકા મળ્‍યા ગૂગલ પછી સૌથી વધુ નાણા મેળવનાર કંપનીના માલિક સરજેરાવ ધાગે હવે હિન્‍દુત્‍વના યુવા નેતા તરીકે પણ સક્રિય

પુણે,તા.૧૯: ચૂંટણીમાં ડિજિટલ પ્રચારનો વ્‍યાપ કેટલો મોટો થયો છે તેનો અંદાજ મહારાષ્ટ્રની એક નાની કંપનીને જાહેરખબર માટે કરાયેલી ચૂકવણી પરથી આવી શકે છે. ભાજપે (BJP) બિહાર, પヘમિ બંગાળ, કેરળ અને આસામની વિધાનસભા ચૂંટણીઓમાં જાહેરાતો માટે સિલિકોન વેલીની દિગ્‍ગજ કંપની મેટાને ૧૫.૨ કરોડ રૂપિયા ચૂકવ્‍યા હતા. જ્‍યારે પુણે નજીકની સીએનએક્‍સ મીડિયાને (CNX Media)  ૨૮.૫ કરોડ રૂપિયા ચૂકવ્‍યા હતા. મે ૨૦૨૫માં નોંધાયેલી આ કંપનીના માલિક ૩૨ વર્ષીય સરજેરાવ ધાગે છે. ચૂંટણી પંચને આપેલા ખર્ચના હિસાબ મુજબ, ભાજપના મીડિયા જાહેરાત ખર્ચમાં ગૂગલ પછી આ કંપની બીજા ક્રમે રહી હતી.

ભાજપે નવેમ્‍બર ૨૦૨૫માં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણી અને એપ્રિલ-મે ૨૦૨૬માં યોજાયેલી પヘમિ બંગાળ, કેરળ તથા આસામની ચૂંટણીઓમાં કુલ ૫૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ જાહેરખબર પાછળ કર્યો હતો. તેમાંથી ૧૭૪ કરોડ રૂપિયા મીડિયા જાહેરાતો પાછળ ખર્ચાયા હતા. આ ખર્ચના ૧૬ ટકા એટલે કે ૨૮.૫ કરોડ રૂપિયા સીએનએક્‍સ મીડિયાને મળ્‍યા હતા. ગૂગલ ઇન્‍ડિયાને ૨૬ ટકા હિસ્‍સા સાથે સૌથી વધુ ચૂકવણી થઈ હતી.

તાલેગાંવમાં નોંધાયેલી આ કંપનીની સેવાઓમાં જાહેરાત, ઇન્‍ટરનેટ પર જાહેરાતની જગ્‍યા વેચવી અને કમિશન આધારિત જાહેરાતનો સમાવેશ થાય છે. સરજેરાવ અને ગણેશ દિગંબર ધાગે તેના ભાગીદારો છે. સરજેરાવે જણાવ્‍યું હતું કે તેમની વિશેષતા ઇન્‍ફલુઅન્‍સર માર્કેટિગમાં છે. તેઓ ગ્રાહકો પાસેથી મળેલી સામગ્રી અને મેસેજ ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે અન્‍ય લોકોને કામ સોંપે છે. તેમણે કહ્યું કે અમે જે કામ કરીએ છીએ તે બીજી કોઈ કંપની કરી શકતી નથી. અમે વધારે દેખાડો કરતા નથી.

શરૂઆતમાં આ કંપનીને દિલ્‍હીની સીએનએક્‍સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડવામાં આવી હતી. જોકે, તેના વડા અને ચૂંટણી વિશ્‍લેષક ભાવેશ ઝાએ તેનો ઇનકાર કર્યો હતો. તેમની કંપની ૨૦૧૭માં કંપની રજિસ્‍ટ્રારની યાદીમાંથી દૂર થઈ હતી અને ૨૦૨૧થી તેમણે સીએનએક્‍સ મીડિયા નામનો ઉપયોગ બંધ કર્યો હતો. સરજેરાવે ભાજપ માટે ડિજિટલ પ્રચાર કર્યાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે તેમના ગ્રાહકોમાં અન્‍ય રાજકીય પક્ષો પણ સામેલ છે અને ક્‍લાયન્‍ટ સાથેના કરારને કારણે વિગતો આપી શકતા નથી.

એક રાજકીય સલાહકારે નામ ન આપવાની શરતે જણાવ્‍યું કે ધાગે અગાઉ સ્‍નેપચેટ જેવી બ્રાન્‍ડ સાથે કામ કરતા હતા અને છેલ્‍લા ૩-૪ વર્ષથી રાજકીય પ્રચારના ક્ષેત્રમાં છે. ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પાછળ ૧૦૦ રૂપિયા ખર્ચાય તો તેમાં ૨થી ૩ રૂપિયાનો હિસ્‍સો ધાગેનો હોય છે. મોડી ચૂકવણીને કારણે અન્‍ય સલાહકારો સાથે કામ કરવાનું મુશ્‍કેલ બનતાં તેમણે સ્‍વતંત્ર રીતે કામ શરૂ કર્યું હતું.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્‍લાના ઉમરીના વતની ધાગે પરિવારથી જમીનદાર હોવાનું સ્‍થાનિક સરકારી અધિકારીએ જણાવ્‍યું હતું. આ વિસ્‍તાર દાયકાઓ સુધી કોંગ્રેસનો ગઢ હતો. જોકે, પૂર્વ મુખ્‍યમંત્રી અશોક ચવાણ ફેબ્રુઆરી ૨૦૨૪માં ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નાંદેડ બેઠક જીતી અને પેટાચૂંટણીમાં જાળવી રાખી, પરંતુ તે જ વર્ષના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ છ બેઠકો જીતી હતી. જાન્‍યુઆરી ૨૦૨૬ની નાંદેડ સ્‍થાનિક ચૂંટણીમાં પણ હિન્‍દુત્‍વવાદી પક્ષોએ બહુમતી મેળવી હતી.

ફેબ્રુઆરીથી ધાગે સોશિયલ મીડિયા પર પોતાને હિન્‍દુત્‍વના યુવા નેતા તરીકે રજૂ કરે છે. જૂનમાં તેમણે ઉમરીમાં ૧૭મી સદીના મરાઠા રાજા શંભાજીની જન્‍મજયંતીની ઉજવણી કરી હતી. તેમાં નાંદેડના કોંગ્રેસ સાંસદ રવિન્‍દ્ર ચવ્‍હાણ હાજર રહ્યા હતા. તેમના પિતરાઈ રાજેશ પાટીલ ધાગે ૨૦૨૫ સુધી નાંદેડમાં કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમમાં હતા. ઓક્‍ટોબરની નવરાત્રિ દરમિયાન ધાગેની ટીમે ઉમરીમાં વહેંચેલી પત્રિકામાં લવ જેહાદ સામે લડવા અને દેવી-દેવતાઓનું અપમાન કરનારાઓને પાઠ ભણાવવા ‘લીગલ હિન્‍દુ ડિફેન્‍સ ફોર્સ' બનાવવાની વાત હતી.

ધાગેએ કહ્યું કે હું ભાજપની તરફેણમાં નથી કે વિરોધમાં. હું માત્ર હિન્‍દુત્‍વની તરફેણમાં છું. તેમણે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા રાષ્ટ્રીય સ્‍તરની હોવાનું પણ જણાવ્‍યું હતું. રાજકીય સલાહકારોમાંથી રાજકારણમાં આવેલા પ્રશાંત કિશોર, સંદીપ પાઠક, સુનીલ કાનુગોલુ અને તમિલનાડુના ટીવીકેના આધવ અર્જુન તથા એસ. કીર્તનાના ઉદાહરણો પણ આ બદલાતા વલણને દર્શાવે છે. ધાગેએ કહ્યું કે ભાજપ આવતીકાલે તેમનો ક્‍લાયન્‍ટ ન રહે તો પણ તેમને તેની ચિતા નથી.(

(11:21 AM IST)