હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્ર સરકારના આશ્વાસનથી સીજેપીનો યુ-ટર્ન: ૫ સપ્ટેમ્બરનો દિલ્હી માર્ચ કાર્યક્રમ કાર્યક્રમ પાછો ખેંચ્યો, સુપ્રીમ કોર્ટમાં જાહેરાત
જોકે ૨૮૭૩ એવા વ્યક્તિઓ અંગે અલગ પરવાનગી માગવામાં આવી છે જેમની સામે ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિનો દાવો

કોકરોચ જનતા પાર્ટીએ તા. ૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારો પ્રસ્તાવિત વિરોધ માર્ચ પાછો ખેંચવાની જાહેરાત કરી છે. સંગઠનના સહ-સંયોજક અને પ્રવક્તા સૌરવ દાસે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન અને અદાલતી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને માર્ચનો કાર્યક્રમ પાછો ખેંચવામાં આવે છે. મામલો વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદો સાથે જોડાયેલો છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં જણાવ્યું હતું કે સરકાર અગાઉ આપેલી પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે. દિલ્હી પોલીસે ૧૩ ફરિયાદો રદ કરવાની પ્રક્રિયા માટે અરજી કરી છે. જોકે ૨૮૭૩ એવા વ્યક્તિઓ અંગે અલગ પરવાનગી માગવામાં આવી છે જેમની સામે ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિનો દાવો છે; તેમની સામે કાર્યવાહી પણ તપાસમાં હિંસા કે મિલકતના નુકસાનમાં સંડોવણી સાબિત થાય તો જ કરવાની વાત છે. વળતર અંગેની વ્યવસ્થા નક્કી કરવા કેન્દ્રે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
