તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
રશિયાના લેનિનગ્રાડ વિસ્તારમાં રાત્રે મોટા પાયે ડ્રોન હુમલાનો દાવો : ૯૨ ડ્રોન તોડી પાડ્યાનું ગવર્નરનું નિવેદન, બંદરોની સુરક્ષા સામે ચિંતા
બાલ્ટિક સમુદ્રના મહત્વપૂર્ણ તેલ નિકાસ બંદરો અને રિફાઇનરી ધરાવતા વિસ્તારમાં હુમલો : લાતવિયા અને લિથુઆનિયામાં પણ ડ્રોન અંગે ચેતવણી

મોસ્કો, તા. ૧૧ : રશિયાના લેનિનગ્રાડ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે થયેલા મોટા ડ્રોન હુમલા દરમિયાન ૯૨ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો પ્રાદેશિક ગવર્નર એલેક્ઝાન્ડર ડ્રોઝડેન્કોએ કર્યો છે.
આ વિસ્તારમાં ઉસ્ત-લુગા, પ્રિમોર્સ્ક અને વિસોત્સ્ક જેવા મહત્વપૂર્ણ બંદરો આવેલા છે. રશિયાની મોટી કિરિશી તેલ રિફાઇનરી પણ આ વિસ્તારમાં છે. સોમવારે આ રિફાઇનરી ઉપર થયેલા હુમલાથી આગ લાગી હતી.
બીજી તરફ લાતવિયા અને લિથુઆનિયામાં અજાણ્યા ડ્રોન પ્રવેશવાની આશંકાને પગલે લોકોને સાવચેત રહેવા જણાવાયું હતું. નાટોના લડાકુ વિમાનોને પણ સક્રિય કરાયાં હતાં.
અબુધાબીમાં રશિયા–યુક્રેન વચ્ચે અમેરિકાની મધ્યસ્થી હેઠળ મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે આ હુમલાનો દાવો સામે આવ્યો છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
