<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથીઃ CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર દેશની શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા.૩૧:દેશભરની યુનિવર્સિટીઓના અંડરગ્રેજ્યુએટ (સ્નાતક) કોર્સમાં પ્રવેશ માટે શનિવારે યોજાયેલી CUET-UG 2026 પરીક્ષા કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ થઈ હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની આ ક્ષતિને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર દેશની શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, વિશ્વગુરુ બનવાના મોટા-મોટા દાવા કરનારી સરકાર એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજવા માટે સક્ષમ નથી.

કોંગ્રેસ નેતાએ X પર લખ્યું કે, NEET, CBSE, SSC અને આજે CUET, ચાર પરીક્ષાઓ, કરોડો બાળકો, એક પણ પરીક્ષા પ્રામાણિકતાથી પૂરી થઈ શકી નથી. સરકાર પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજાઈ શકતી નથી અને બીજી તરફ વિશ્વગુરુ બનવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ આખી શિક્ષણ વ્યવસ્થાને તબાહ કરી દીધી છે. જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કરી રહ્યા છો, એ જ પેઢી એક દિવસ તમારી પાસે હિસાબ માંગશે. આ પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે પણ કહ્યું હતું કે, ઝ્રમ્જીઈ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ પર વડાપ્રધાનનું મૌન અને શિક્ષણ મંત્રી સામે કોઈ પગલાં ન લેવાવા એ દર્શાવે છે કે, તેમને માત્ર પોતાની સરકાર બચાવવાની ચિંતા છે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની નહીં.

આ પૂર્વે રાહુલ ગાંધીએ CUET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં પેપર લીકની ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દ્ગઈઈ્ના વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે, ભારતનો યુવા હવે નરેન્દ્ર મોદી પર ભરોસો નથી કરતો. રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ મને કહ્યુ કે પેપર વોટ્સએપ અને ટેલિગ્રામ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. કઈ કિંમતે વેચાય છે, કોણ ખરીદે છે, માફિયાઓ કેવી રીતે કામ કરે છે,  આ બધું આ બાળકો જાણે છે. તેમનો એક જ સવાલ હતો કે, જે અમને ખબર છે, તે સરકાર અને સંસ્થાઓને કેમ ખબર નથી? સાચું તો એ છે કે આ બાળકો સરકાર કરતાં વધુ સારી રીતે જાણે છે કે આ સડેલી વ્યવસ્થાને કેવી રીતે સુધારી શકાય. 

(11:18 AM IST)