તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મણિપુરમાં ફરી હિસા ભડકી : કુકી મહિલાની હત્યા, બે ઘાયલઃ ૪૮ કલાકના બંધનું એલાન
કુકી અને નાગા સમુદાયો વચ્ચે તણાવ વધ્યો : સુરક્ષાદળોની હાજરીમાં ગોળીબારથી ભારે રોષ : સીઆરપીએફ, બીએસએફ અને આસામ રાઇફલ્સના વધારાના જવાનો તૈનાત

ઇમ્ફાલ, તા. ૧૩ : મણિપુરમાં ફરી હિસા ભડકતાં તંગદિલી ફેલાઈ છે. ગુરુવારે સવારે કાંગપોકપી અને સેનાપતિ જિલ્લાની સરહદ નજીક બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં ખેતરમાં ડાંગરની કાપણી કરી રહેલી કુકી સમુદાયની મહિલા કિમનેઇનેંગ ચોંગલોઈનું મોત થયું હતું, જ્યારે ડેવિડ ચોંગલોઈ અને લામખોચોન ચોંગલોઈ નામના બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
સવારે આશરે ૧૧ વાગ્યે તાફુ કુકી ગામ અને કૈલેંગજાંગ નજીક ગોળીબાર થયો હતો. ખેડૂતોની સુરક્ષા માટે જવાનો તૈનાત હોવા છતાં હુમલો થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કુકી સંગઠને હુમલા માટે સશષ નાગા ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ ઘટનાના વિરોધમાં કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (કોટુ)એ કાંગપોકપી જિલ્લામાં ૪૮ કલાકના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. સંગઠને સુરક્ષાદળોને હટાવવા અને નાગરિકોની સલામતી સુનિヘતિ કરવાની માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાફુ કુકી ગામના બે યુવાનો ૨૮ ઓક્ટોબરે ગુમ થયા બાદ પહેલી નવેમ્બરે સેનાપતિ જિલ્લામાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની તપાસ એનઆઇએને સોંપવાની માગણી પણ થઈ રહી છે.
દરમિયાન ઉખરુલ જિલ્લામાં અલગ ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. મણિપુરના નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેને હત્યાની નિદા કરીને નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાજવાનો તૈનાત કરાયા છે અને સઘન તપાસ ચાલુ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
