<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

માથે સાફો, શરીરે શેરવાનીઃ લગ્નના દિવસે જ ડિલિવરી કરવા નીકળ્‍યો વરરાજા?

એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

નવી દિલ્‍હી,તા.૫: લગ્નનો દિવસ કોઈપણ વ્‍યક્‍તિના જીવનનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો લગ્નની તૈયારીઓમાં વ્‍યસ્‍ત હોય છે. વર-કન્‍યાથી લઈને આખો પરિવાર લગ્નની વિધિઓમાં વ્‍યસ્‍ત રહે છે, પરંતુ વિચારો કે જો કોઈ વર લગ્ન પહેલાં જ શેરવાની પહેરીને ડિલિવરી કરવા નીકળી પડે તો લોકો ચોંકી તો જશે જ.

સોશિયલ મીડિયા પર હાલ આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં વર બનેલો એક યુવક પોતાની નોકરી અને જવાબદારીને એટલું મહત્ત્વ આપતો જોવા મળે છે કે લગ્ન પહેલાં પણ ડિલિવરી પૂરી કરવા માટે નીકળી પડે છે. તેનો આ અંદાજ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે યુવકે માથા પર સાફો બાંધ્‍યો છે અને શરીર પર શેરવાની પહેરી છે. પહેલી નજરે જોનારને લાગે કે તે સીધો લગ્ન મંડપમાં જઈ રહ્યો હશે, પરંતુ થોડા સમય બાદ ખબર પડે છે કે તે પોતાના કામ પર નીકળ્‍યો છે અને ડિલિવરી કરવા જઈ રહ્યો છે.

રસ્‍તામાં તે પોતાની બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે એક પેટ્રોલ પંપ પર રોકાય છે. ત્‍યાં હાજર લોકોની નજર જેવી તેના પર પડે છે કે દરેક વ્‍યક્‍તિ તેને જોઈને હસવા લાગે છે. કેટલાક લોકો આશ્ચર્યથી તેને જોવા લાગે છે તો કેટલાક તેની તસવીરો અને વીડિયો બનાવવા લાગે છે. પેટ્રોલ પંપ પર હાજર ઘણા લોકોએ તેની સાથે વાતચીત પણ કરી અને પૂછ્‍યું કે લગ્નના કપડાં પહેરીને તે અહીં શું કરી રહ્યો છે.

આ વીડિયો @aakash_dixit_01 નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે. શેર થતાં જ આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. લગભગ ૧.૫ કરોડથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્‍યા છે અને ૫ લાખથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે. હજારો યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું છે કે, ‘‘આ જ હોય છે અસલી પ્રોફેશનલ.'' જ્‍યારે અન્‍ય એક યુઝરે કહ્યું, ‘‘કામ પ્રત્‍યે આટલી ઇમાનદારી દરેક વ્‍યક્‍તિમાં નથી હોતી.'' કેટલાક લોકોએ મજાકિયા અંદાજમાં લખ્‍યું કે, આ વરને જોઈને કદાચ ગ્રાહકોને પણ તેમની ડિલિવરી હંમેશાં યાદ રહેશે. જ્‍યારે ઘણા યુઝર્સે કહ્યું કે, લગ્ન જેવી મોટી ખુશીની વચ્‍ચે પણ યુવકે પોતાના કામને પ્રાથમિકતા આપીને સારો સંદેશ આપ્‍યો છે.

વીડિયો જોયા બાદ ચોક્કસપણે કહેવું મુશ્‍કેલ છે કે આ યુવક ખરેખર પોતાના લગ્ન માટે જઈ રહ્યો હતો કે નહીં. એ પણ શક્‍ય છે કે લોકોનું મનોરંજન કરવા અથવા વધુ વ્‍યૂઝ અને લાઇક્‍સ મેળવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્‍યો હોય. આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો સંપૂર્ણપણે વાસ્‍તવિક હોય છે, જ્‍યારે કેટલાક વીડિયો પહેલેથી પ્‍લાન કરીને અથવા મનોરંજન માટે શૂટ કરવામાં આવે છે. આથી કોઈ સત્તાવાર પુષ્ટિ વિના આ વીડિયોને સંપૂર્ણપણે સાચો માનવો યોગ્‍ય નહીં હોય. હાલ તેને માત્ર એક વાયરલ વીડિયો તરીકે જ જોવો જોઈએ.(

(9:55 AM IST)