<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ઘડિયાળના કાંટા ટિક-ટિક કરી રહ્યા છે' - ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી આકરી ચેતવણી : ઈરાનમાં નાકેદમ લાવવા બ્લોકેડ વધુ સખત બનશે

વોશીંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરાનને ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે સમય હવે તેમની તરફેણમાં નથી. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે ઈરાન પર લાદવામાં આવેલી નાકેબંધી (Blockade) અત્યંત મજબૂત અને ચુસ્ત છે, જે આગામી સમયમાં વધુ કડક બનશે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઈરાન અમેરિકા, તેના સાથી દેશો અને સમગ્ર વિશ્વના હિતમાં હોય તેવો કોઈ સકારાત્મક સોદો (Deal) નહીં કરે, ત્યાં સુધી આ દબાણ યથાવત રહેશે. તેમણે ઉમેર્યું કે ઈરાન માટે સ્થિતિ દિવસેને દિવસે બગડતી જશે. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા પોતાની શરતો પર જ સમજૂતી કરવા મક્કમ છે અને ઈરાન પર આર્થિક તથા વ્યુહાત્મક ભીંસ વધારવાનું ચાલુ રાખશે.

(12:04 PM IST)