<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

CM નું સ્ટિંગ ઓપરેશન? : કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સામે 'મેટા સ્માર્ટ ચશ્મા' ની મદદથી સ્ટિંગ ઓપરેશન કરવાનો પ્રયાસ થયાનો ગંભીર આક્ષેપ : ઉદ્યોગપતિ હોવાનો દાવો કરનાર શખ્સે વેપાર બાદ રાજકારણ અને બૂથ સ્તરની રણનીતિઓ પર કરી ચર્ચા

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો : શંકાસ્પદ ચશ્માને લઈને તપાસના આદેશ અપાયા : મંત્રીમંડળના સહયોગીઓને સાવચેત રહેવા જણાવાયું (ન્યૂઝફર્સ્ટ)

બેંગલુરુ (ન્યૂઝફર્સ્ટ) : કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા મેટા સ્માર્ટ ગ્લાસિસ (Meta Smart Glasses) નો ઉપયોગ કરીને ગુપ્ત રેકોર્ડિંગ અથવા સ્ટિંગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિ તરીકે આવેલા એક શખ્સે શરૂઆતમાં બિઝનેસ અંગે ચર્ચા કરી હતી અને ત્યારબાદ અચાનક વાતચીતને ફેરવીને રાજકારણ તેમજ બૂથ-સ્તરની રણનીતિઓ પર ચર્ચા શરૂ કરી દીધી હતી. મુલાકાતી દ્વારા પહેરવામાં આવેલા સ્માર્ટ ગ્લાસિસને કારણે કર્ણાટક ના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને શંકા ગઈ હતી કે આના દ્વારા કોઈ ગુપ્ત રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

CM શિવકુમારે દાવો કર્યો છે કે આ જ શખ્સે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન સાથેની મુલાકાત દરમિયાન પણ આવા જ ચશ્મા પહેર્યા હતા. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમણે અધિકારીઓને મુલાકાતીની પૃષ્ઠભૂમિની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને અગાઉથી જ જરૂરી સાચેતીના પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

હાલમાં મુખ્યમંત્રી શિવકુમાર દ્વારા સંબંધિત ઉદ્યોગપતિની ઓળખ જાહેરમાં જાહેર કરવામાં આવી નથી અને રેકોર્ડિંગ થયા અંગેના કોઈ ચકાસી શકાય તેવા પુરાવા પણ રજૂ કરાયા નથી, પરંતુ તેમણે પોતાના કેબિનેટ સહયોગીઓને પણ આ બાબતે સતર્ક રહેવાની સલાહ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:53 PM IST)