તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
સીએમ વિજયની અઢળક સંપત્તિ અને આલીશાન લાઈફસ્ટાઈલ ચર્ચામાં: 648 કરોડના માલિક અને 10 વૈભવી બંગલા ધરાવતા થલાપતિ હવે તમિલનાડુના શાસનધૂરા સંભાળશે
ફિલ્મી પડદે રાજ કરનાર સુપરસ્ટારની રાજકીય ઈનિંગનો ભવ્ય પ્રારંભ, 230 કરોડનું બેંક બેલેન્સ અને 13 કરોડના કાર કલેક્શન સાથે જોડાયેલી રોમાંચક વિગતો: પત્ની પાસે કરોડોના હીરા અને સોનાના દાગીના જ્યારે વિજયની ફિટનેસ પાછળનું રહસ્ય છે માત્ર સાદગી અને શિસ્તબદ્ધ આહાર

ચેન્નાઈ : દક્ષિણ ભારતીય સિનેમાના બેતાજ બાદશાહ અને હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર થલાપતિ વિજયની જીવનશૈલીએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. રવિવારે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેમની અઢળક સંપત્તિના આંકડા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી સોગંદનામા મુજબ, વિજય અંદાજે ₹648 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે, જે તેમને ભારતના સૌથી ધનિક રાજકારણીઓની યાદીમાં સ્થાન અપાવે છે. તેમની આવકનો મોટો હિસ્સો ફિલ્મી કરિયરમાંથી આવ્યો છે, પરંતુ હવે તેઓએ જનસેવા માટે અભિનયમાંથી બ્રેક લીધો છે.
વિજયની મિલકતોની વાત કરીએ તો તેમની પાસે 10 જેટલા આલીશાન પ્લોટ અને કરોડોની કિંમતના વાણિજ્યિક મકાનો છે. તેમના બેંક ખાતામાં ₹230 કરોડની રોકડ અને ₹100 કરોડ જેટલી મસમોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આટલું જ નહીં, લક્ઝરી કારોના શોખીન વિજય પાસે ₹3 કરોડની ટોયોટા લેક્સસથી લઈને ₹6 કરોડની કિંમતનું ખાસ તૈયાર કરાયેલ ટાટા કારવાં સહિત કુલ ₹13.52 કરોડનું વાહન કલેક્શન છે. ઝવેરાતની બાબતમાં પણ તેઓ પાછળ નથી, વિજય અને તેમના પત્ની સંગીતા પાસે મળીને ₹6.47 કરોડથી વધુના સોના-ચાંદીના દાગીના અને કિંમતી હીરાની સંપત્તિ છે.
આટલી સાધન-સંપત્તિ હોવા છતાં વિજય તેમની ફિટનેસ માટે અત્યંત સાદગીભર્યું જીવન જીવે છે. જિમમાં પરસેવો પાડવાને બદલે તેઓ હળવી કસરત અને દોડવા પર ધ્યાન આપે છે. તેમના ડાયટમાં ઘરે બનાવેલી દાળ, ભાત, ઇડલી અને નારિયેળ પાણી જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ થાય છે. શિસ્તબદ્ધ જીવનશૈલી અને સક્રિય રહેવાની તેમની આદત જ તેમને 50 વર્ષની વયે પણ યુવાન રાખે છે. હવે મુખ્યમંત્રી તરીકે તેઓ આ જ શિસ્ત સાથે તમિલનાડુના વિકાસ માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
