<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પર ફિલ્‍મ બનશેઃ ૨૦ કરોડનું બજેટ

આ ફિલ્‍મ આંદોલન સાથે જોડાયેલી કેટલીય અંદરની અને ચોંકાવનારી સચ્‍ચાઈ પરથી પડદો ઉઠાવશે

જયપુર તા.૩૧: નીટ પેપર લીક વિવાદ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગને લઈ જંતર-મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટીના અનોખા આંદોલને આખા દેશનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. હવે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ અને પડદા પાછળની હલચલને મોટા પડદા પર ઉતારવાની તૈયારી શરુ થઈ ચૂકી છે. આ વિરોધ પ્રદર્શન પર એક મોટી ફીચર ફિલ્‍મ બનવા જઈ રહી છે, જેનું નામ ધ એક્‍સિડેન્‍ટલ કોકરોચ પાર્ટી સત્તાવાર રીતે રજિસ્‍ટર કરાવી લીધું છે.

જયપુરના રહેવાસી ગોવિદ દેવ બ્રહ્મે લાંબી રિસર્ચ અને સ્‍ક્રિપ્‍ટ પર કામ કર્યા બાદ આ પ્રોજેક્‍ટની સત્તાવાર જાહેરાત કરી છે. દાવા અનુસાર, આ ફિલ્‍મ આંદોલન સાથે જોડાયેલી કેટલીય અંદરની અને ચોંકાવનારી સચ્‍ચાઈ પરથી પડદો ઉઠાવશે. જે અત્‍યાર સુધી સામાન્‍ય જનતાની નજરોથી દૂર હતી.

આંદોલનથી પડદા પાછળના ખુલાસા સુધીઃ નીટ પેપર લીક મામલા બાદ દિલ્‍હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શને શિક્ષણ વ્‍યવસ્‍થા અને રાજકારણ બંનેમાં હલચલ મચાવી દીધી છે. આંદોલનના પ્રેશરના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્‍યું. ફિલ્‍મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ ખાલી એક રાજકીય કહાની નહીં હોય પણ તેના દ્વારા આંદોલનની પટકથા કેવી રીતે લખાઈ અને તેની પાછળ કેવા કેવા દાવપેચ ખેલાયા, આ તમામ પાસાઓને દર્શકોની સામે લાવવામાં આવશે.

ફિલ્‍મની ઘોષણા સાથે જ સૌથી વધારે ચર્ચા તેના નામને લઈને થઈ રહી છે. નિર્માતાઓએ આ પ્રોજેક્‍ટ માટે સત્તાવાર રીતે ધ એક્‍સિડેન્‍ટલ કોકરોચ પાર્ટી ટાઈટલ રજિસ્‍ટર કરાવી લીધું છે. આ શીર્ષક ન ફક્‍ત અનોખું છે, પણ એ સમયના રાજકીય ઘટનાક્રમ પર એક સીધો અને તીખો કટાક્ષ છે.

૨૦ કરોડનું બજેટ અને મોટા પાયે તૈયારીઃ આ કોઈ નાના બજેટની ડોક્‍યુ-ડ્રામા નથી, પણ એક મોટા પાયે બનનારી ફીચર ફિલ્‍મ હશે. પ્રોજેક્‍ટ સાથે જોડાયેલી જાણકારી અનુસાર, આ ફિલ્‍મનું કુલ બજેટ ૨૦ કરોડ રૂપિયાથી વધારે રાખવામાં આવ્‍યું છે. હાલમાં જયપુરના ગોવિદ દેવ બ્રહ્મની દેખરેખમાં ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. શૂટિગની લોકેશન નક્કી કરવા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ક્‍યારે રિલીઝ થશે આ ફિલ્‍મઃ ફિલ્‍મની સ્‍ટાર કાસ્‍ટ અને ક્રૂને લઈ પણ અંદરખાને હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્‍ય કલાકારો, નિર્દેશક અને સહ નિર્માતાઓના સિલેક્‍શન માટે મુંબઈમાં બોલિવૂડના મોટા ફિલ્‍મ નિર્માતાઓ સાથે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બધું જ પ્‍લાન અનુસાર રહ્યું તો, આ ફિલ્‍મ ૨૦૨૭માં સિનેમાઘરોમાં આવી શકે છે

(9:51 AM IST)