<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

કોકરોચ પાર્ટીના આશુતોષ, સૌરવ તિહાર જેલમાંથી છૂટયા

૫૦ હજારના બોન્‍ડ, શરતો સાથે કોકરોચ પાર્ટીના નેતાઓને જામીન : શાંતિ જાળવવા, જંતર મંતરમાં પ્રદર્શન માટે લોકોને નહીં બોલાવવા, કોર્ટમાં હાજર રહેવાની શરતોનું પાલન કરવું પડશે : તમે જેન-ઝી નથી, બેરિકેડ્‍સ લગાવાયા હોય તો તેનું પાલન કરવું પડેઃ આશુતોષ-સૌરવને હાઈકોર્ટની ટકોર

નવી દિલ્‍હી,તા.૨૨: દિલ્‍હીના જંતર મંતરમાં પ્રવેશબંધી છતા પ્રવેશીને તિરંગો ફરકાવનારા કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્‍કા અને સૌરવ દાસ બંને આઠ દિવસથી તિહાર જેલમાં કેદ હતા, જોકે અંતે બંનેને જામીન પર છોડવામાં આવ્‍યા હતા. જોકે દિલ્‍હી પોલીસ હજુ પણ બન્નેને વધુ સમય સુધી કસ્‍ટડીમાં રાખવા માગતી હતી પરંતુ કોર્ટે આ માગ ફગાવી દીધી હતી. દિલ્‍હીના સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટે આશુતોષ અને સૌરવને શાંતિ જાળવવા સહિતની શરતો સાથે જામીન પર છોડ્‍યા હતા.

આશુતોષ રાન્‍કા અને સૌરવ દાસ બન્નેએ ૫૦-૫૦ હજાર રૂપિયાના અંગત બોન્‍ડ સાઈન કર્યા હતા, સાથે જ જામીનદારો પણ રજુ કર્યા હતા, બન્ને યુવા નેતાઓએ શાંતિ ભંગ નહીં કરીએ આપ્‍યું અનેિ તામદ આશ્વસન જપથી આખી હોવું આ સાથે જ બન્નેએ એવી ખાતરી આપી છે કે જ્‍યાં સુધી જંતર મંતરને ફરી પ્રદર્શન માટેનું સ્‍થળ જાહેર કરવામાં ના આવે ત્‍યાં સુધી ત્‍યાં પ્રદર્શનો માટે કોઈને નહીં બોલાવીએ. મામલાની દરેક સુનાવણી સમયે બન્ને નેતાઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે. અંતે જામીન પર બન્ને નેતાઓ તિહાર જેલમાંથી બહાર આવ્‍યા હતા. વોટચોરી, કરોડો મતદારોના નામો યાદીમાંથી દૂર કરવા સહિતના આરોપોનો સામનો કરી રહેલા મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા મુદ્દે હાલ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ, વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી રહ્યા છે. જામીન પર છૂટ્‍યા તે પહેલા પોતાની ધરપકડ અને ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલવાના નિર્ણય સામે આશુતોષ અને સૌરવ બન્ને દિલ્‍હી હાઈકોર્ટે પહોંચ્‍યા હતા.

જોકે હાઈકોર્ટે કહ્યું હતું કે તમે લોકોએ જામીન માટેના બોન્‍ડની શરતોનું પાલન નથી કર્યું, બેરિકેડ્‍સ ચોક્કસ હેતુ માટે લગાવાતા હોય છે. સુનાવણી સમયે હાઈકોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાન્‍કા બન્નેની ઉંમર પૂછી હતી, સાથે જ સવાલ કર્યો હતો કે જેન-ઝી કોને ગણવામાં આવે છે. જવાબેનાં વકીલે કહ્યું હતું કે આશુતોષની ઉંમર ૩૨ જ્‍યારે સૌરવની ૨૭ વર્ષ છે. ૧૯૯૭ પછી જન્‍મેલાને જેન-ઝી કહેવામાં આવે છે. બાદમાં જજે કહ્યું હતું કે તો પછી આ બન્ને લોકો જેન-ઝી ના ગણાય. હાઇકોર્ટે બાદમાં કહ્યું હતું કે સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટ સમક્ષ મામલાની સુનાવણી થવાની છે, તે બાદ પણ ન્‍યાયિક કસ્‍ટડી કે કાર્યવાહી સામે અપીલ કરી શકાય. બાદમાં આશુતોષ અને સૌરવે અપીલ પાછી લઈ લીધી હતી. જોકે બપોર બાદ મેજિસ્‍ટ્રેટ સમક્ષ સુનાવણી થઈ હતી અને બન્ને જામીન પર છૂટ્‍યા હતા.

 

(10:11 AM IST)