તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
કોકરોચ પાર્ટીવાળા સંત નથી, તેઓમાં પણ રાજકીય મહત્વાકાંક્ષાઃ વાંગચુક
વધુ યુવાનોને રાજકારણમાં આવવા અપીલ : અભિજીત દિપકે આપ સાથે જોડાયા હતા તે વાતથી હું અજાણ કઇ ખોટું નથી કર્યું : કોકરોચ પાર્ટીએ વિદ્યાર્થીઓના આંદોલનના મંચનો રાજકારણ માટે ઉપયોગ ના થવા દીધો તે વાતનો આનંદ

નવી દિલ્હી, તા. ૩૧: એક પોડકાસ્ટમાં સવાલના જવાબમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે કહ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકો સેંતો નથી, તેમનામાં પણ રાજકીય મહત્વકાંક્ષાઓ છે. રાજકીય મહત્વાકાંક્ષા હોવામાં કઈ ખોટુ નથી, હું ઈચ્છું છું કે વધુમાં વધુ યુવાનો રાજકારણમાં આવે અને રાજકીય પક્ષો સાથે જોડાય.
યુટ્યુબ ચેનલના પોડકાસ્ટમાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે અને અન્યોની રાજકીય મહત્વાકાંક્ષાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે તેઓ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે. મે તેમને નજીકથી જોયા છે. રાજકીય મહત્વાકાંક્ષા હોવામાં કઈ જ ખોટું પણ નથી. તેઓએ મને નથી કહ્યું કે તેમની રાજકીય મહત્વાકાંક્ષા છે, આ માત્ર મારુ અનુમાન છે. તેઓ સંતો નથી કે જેમની કોઈ મહત્વાકાંક્ષા જ ના હોય. મને પુરી ખાતરી છે કે તેમનામાં રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે છે અને તેમાં કઈ જ ખોટું નથી.
સોનમ વાંગચુકે કહ્યું હતું કે હું જ્યારે વિદ્યાર્થીઓના આંદોલનમાં સામેલ થયો ત્યારે મને અનેક લોકોએ કહ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપેક અભિજીત દિપકે આમ આદમી પાર્ટી માટે કામ કરી ચુક્યા છે. જોકે મને તેનાથી કોઈ ફરક ના પડ્યો કેમ કે ભુતકાળમાં કોઈ રાજકીય પક્ષ સાથે તો તેમાં કઈ જ ખોટું નથી. હુંજ્યારે આ આંદોલનમાં સામેલ થયો હતો ત્યારે જ મે અભિજીત અને તેમના સાથીદારોને કહ્યું હતું કે આ આંદોલનના મંચનો ઉપયોગ કોઈ પણ રીતે રાજકીય એજન્ડા માટે ના થવા દેતા, હું ખુશ છું કે તેમણે મારી વાત સ્વીકારી અને મંચનો રાજકારણ માટે ઉપયોગ ના થવા દીધો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
