<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

નાળિયેર હવે ફળ નહીં, પરંતુ તેલીબિયાં ગણાશે! ફળ માર્કેટમાં વેચવા પર પ્રતિબંધ

નાળિયેરને અત્‍યાર સુધી ફળ સમજીને ફળ માર્કેટમાં વેચતા વેપારીઓને અલ્‍હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્‍ચે મોટો ઝટકો આપ્‍યો

લખનઉ તા.૧૯: નાળિયેરને અત્‍યાર સુધી ફળ સમજીને ફળ માર્કેટમાં વેચતા વેપારીઓને અલ્‍હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્‍ચે મોટો ઝટકો આપ્‍યો છે. હાઇકોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે વ્‍યાવસાયિક લ્લષ્ટિએ નાળિયેરને ફળ નહીં, પરંતુ તેલીબિયાં (તેલ કાઢવામાં આવતો પાક)ની શ્રેણીમાં રાખવામાં આવશે. તેથી તેને ફળ અને શાકભાજીની માર્કેટમાં વેચવાની મંજૂરી આપી શકાય નહીં. અદાલતે જણાવ્‍યું હતું કે વનસ્‍પતિશાષની લ્લષ્ટિએ નાળિયેરને ફળ માનવામાં આવતું હોવા છતાં, બજારમાં તેના વ્‍યાવસાયિક ઉપયોગ અને વેપારના આધારે તેનું વર્ગીકરણ તેલીબિયાં તરીકે કરવામાં આવ્‍યું છે. આ આધારે કોર્ટે ગાઝિયાબાદની થ્રી સ્‍ટાર ફ્રૂટ કંપનીની અરજી ફગાવી દીધી છે.

આ મામલો ગાઝિયાબાદની થ્રી સ્‍ટાર ફ્રૂટ કંપની સાથે સંબંધિત છે. કંપનીએ અલ્‍હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્‍ચમાં અરજી દાખલ કરીને સાહિબાબાદની નવીન ફળ માર્કેટમાં લીલા નાળિયેરના વેચાણની મંજૂરી માગી હતી. આ સાથે કંપનીએ ઉત્તર પ્રદેશ કૃષિ ઉત્‍પાદન માર્કેટ અધિનિયમ, ૧૯૬૪ની અનુસૂચિમાં નાળિયેરને તેલીબિયાંને બદલે ફળની શ્રેણીમાં સામેલ કરવાની માગ પણ કરી હતી.

અરજીમાં કંપનીએ જણાવ્‍યું હતું કે તે વર્ષ ૨૦૦૩થી સાહિબાબાદની નવીન ફળ માર્કેટમાં ફળો અને શાકભાજીનો વેપાર કરી રહી છે. અગાઉ તેને આ માર્કેટમાં નાળિયેર વેચવાની મંજૂરી પણ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેના વેચાણ સામે વાંધો ઉઠાવવામાં આવ્‍યો હતો.

કંપનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે વનસ્‍પતિશાષા અનુસાર નાળિયેર ફળની શ્રેણીમાં આવે છે. ખાસ કરીને લીલા નાળિયેરનો ઉપયોગ ફળ તરીકે થાય છે અને લોકો તેનું પાણી પણ પીવે છે. તેથી લીલા નાળિયેરને ફળ ગણીને ફળ માર્કેટમાં વેચવાની મંજૂરી આપવી જોઈએ.

આ મામલે રાજ્‍ય સરકારે કંપનીની અરજીનો વિરોધ કર્યો હતો. સરકારે કોર્ટને જણાવ્‍યું હતું કે ૩૦ જાન્‍યુઆરી, ૧૯૯૫ના રોજ કરવામાં આવેલા સુધારા હેઠળ નાળિયેરને કૃષિ તેલીબિયાંની શ્રેણીમાં રાખવામાં આવ્‍યું છે. સરકારના જણાવ્‍યા અનુસાર, સાહિબાબાદની નવીન ફળ માર્કેટ ખાસ કરીને ફળો અને શાકભાજીના વેપાર માટે નક્કી કરવામાં આવી છે. નાળિયેરનું વર્ગીકરણ તેલીબિયાં તરીકે કરવામાં આવ્‍યું હોવાથી અહીં તેના વેપારની મંજૂરી આપી શકાય નહીં.

સરકારે વધુમાં જણાવ્‍યું હતું કે ગાઝિયાબાદના ગોવિદપુરમ સ્‍થિત અનાજ માર્કેટમાં નાળિયેરનો વેપાર કરી શકાય છે. જોકે, તેના માટે વેપારીઓએ નિર્ધારિત યુઝર ચાર્જ એટલે કે માર્કેટના ઉપયોગ માટેની ફી ચૂકવવી પડશે.

બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ હાઇકોર્ટે નાળિયેરના વર્ગીકરણ અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્‍પણી કરી હતી. અદાલતે જણાવ્‍યું હતું કે કોઈપણ કૃષિ પેદાશનું વર્ગીકરણ માત્ર વનસ્‍પતિશાષાના આધારે કરી શકાય નહીં. તેના માટે બજારમાં તે વસ્‍તુનો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેનો વેપાર કયા સ્‍વરૂપમાં કરવામાં આવે છે, તે પણ ધ્‍યાનમાં લેવું જરૂરી છે.

કોર્ટે જણાવ્‍યું હતું કે નાળિયેરની વિવિધ અવસ્‍થાઓ હોય છે. તેમાં લીલું નાળિયેર, પાણીવાળું નાળિયેર, સૂકું નાળિયેર અને ખોપરાનો સમાવેશ થાય છે. આ તમામ સ્‍વરૂપોનો ઉપયોગ અને વ્‍યાવસાયિક મહત્ત્વ અલગ-અલગ છે.

અદાલતના મતે લીલા નાળિયેરનો ઉપયોગ ભલે ફળ તરીકે થતો હોય, પરંતુ તેના આધારે નાળિયેરની સમગ્ર શ્રેણીને ફળ તરીકે ગણી શકાય નહીં. માત્ર લીલા નાળિયેરના ઉપયોગને ધ્‍યાનમાં રાખીને સમગ્ર નાળિયેરનું વર્ગીકરણ બદલવું                  ય  ોગ્‍ય                                                                                                                                                                                                                                                                                                                            

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ખોપરાનો પણ ઉલ્‍લેખ કર્યો હતો. અદાલતે જણાવ્‍યું હતું કે સૂકા નાળિયેર એટલે કે ખોપરામાંથી તેલ કાઢવામાં આવે છે અને તેનો વેપાર પણ અલગ રીતે થાય છે.

આથી નાળિયેરને સંપૂર્ણપણે ફળની શ્રેણીમાં રાખવું યોગ્‍ય નથી. કોઈપણ ઉત્‍પાદનનું વર્ગીકરણ તેના સામાન્‍ય વ્‍યાવસાયિક ઉપયોગ અને બજારમાં તેના સ્‍વરૂપને ધ્‍યાનમાં રાખીને કરી શકાય છે. નાળિયેરનો ઉપયોગ તેલ કાઢવા માટે પણ થતો હોવાથી તેને તેલીબિયાંની શ્રેણીમાં રાખવું ખોટું નથી.

અરજદાર કંપનીએ એવી દલીલ પણ કરી હતી કે તે લાંબા સમયથી માર્કેટમાં નાળિયેરનો વેપાર કરી રહી છે અને અગાઉ તેને આ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી.

આ દલીલ અંગે હાઇકોર્ટે સ્‍પષ્ટ કર્યું હતું કે જો અગાઉ અધિકારીઓએ કોઈ વેપાર સામે વાંધો ઉઠાવ્‍યો ન હોય અથવા કાર્યવાહી ન કરી હોય, તો તેના આધારે વેપારીને કોઈ કાનૂની અધિકાર મળી જતો નથી.

માત્ર એટલા માટે કોઈ વેપારી એ જ માર્કેટમાં પોતાનો વેપાર ચાલુ રાખવાની મંજૂરી માગી શકે નહીં કે અગાઉ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અધિકારીઓની અગાઉની નિષ્‍ક્રિયતાથી સરકારના નિર્ધારિત નિયમો અને વર્ગીકરણમાં ફેરફાર થતો નથી.

હાઇકોર્ટે કંપનીની અરજી ફગાવી

તમામ દલીલો અને કાયદાકીય જોગવાઈઓ પર વિચાર કર્યા બાદ હાઇકોર્ટની લખનઉ બેન્‍ચે ૩૦ જાન્‍યુઆરી, ૧૯૯૫ના વર્ગીકરણને યોગ્‍ય ઠેરવ્‍યું હતું. અદાલતે માન્‍યું હતું કે નાળિયેરને તેલીબિયાંની શ્રેણીમાં રાખવું નિયમો અનુસાર છે.

આ સાથે જ થ્રી સ્‍ટાર ફ્રૂટ કંપનીની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે સાહિબાબાદની નવીન ફળ માર્કેટમાં નાળિયેરને ફળ ગણીને વેચવાની મંજૂરી મળશે નહીં. જોકે, વેપારીઓ ગાઝિયાબાદની ગોવિદપુરમ અનાજ માર્કેટમાં નિર્ધારિત યુઝર ચાર્જ ચૂકવીને નાળિયેરનો વેપાર કરી શકશે.

(9:59 AM IST)