તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની પૂર્ણાહૂતીઃ ૨૦૩૦ માટે હર્ષ સંઘવીએ સ્વિકાર્યો ધ્વજ!
CWG 2030 અમદાવાદમાં યોજાશે સ્કોટલેન્ડે ભારતને ધ્વજ સોંપ્યો ભારતે ૩૯ મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું: હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

અમદાવાદ / ગ્લાસગો તા.૩: આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું આયોજન અમદાવાદમાં થવાનું હોવાથી આ વર્ષે દરેક ગુજરાતીનું ધ્યાન ખેંચનાર સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ હાલ ૧૧ દિવસ બાદ પૂર્ણ થઈ છે. એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે કે, આ વખતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ૩૯ મેડલ સાથે ચોથા સ્થાને રહ્યું છે. ગઈકાલે રવિવારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (CWG 2026)ના ભવ્ય સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્કોટલેન્ડે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડૂકો સોંપ્યો છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિ (CWG 2030)ના આયોજનની તમામ વહીવટીઓ વિવિધત રીતે ભારતને સોંપી દેવામાં આવી છે. જેથી ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી આ ગેમ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
વિગતે વાત કરીએ તો, સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ૧૧ દિવસ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (CWG 2026)નો ગઈકાલે ૨જી ઓગસ્ટ, રવિવારે અતિ ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહ (Closing Ceremony) દરમિયાન સ્કોટલેન્ડના રમતગમત અધિકારીઓ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનો અધિકૃત ધ્વજ (Official Flag) અને દંડૂકો (Baton) ભારતીય પ્રતિનિધિમંડળને સુપ્રત કરવામાં આવ્યો હતો. ભારત માટે આ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ અને દંતકથાસમાન એથલીટ પી.ટી. ઉષા તથા ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાથે જ જેવેલીન થ્રોના સ્ટાર નિરજ ચોપરા મંચ પર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડો-સ્કોટિશ સંસ્કૃતિની સંગીતમય જુગલબંધીુણુશ્વ ગઈકાલે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના સમાપન સમારોહની શરૂઆતમાં સ્કોટલેન્ડની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ભારત અને સ્કોટલેન્ડના પ્રખ્યાત મ્યુઝિશિયન્સ અને ડાન્સર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી જુગલબંધી એ સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ સાંસ્કૃતિક પરફોર્મન્સે સમારોહને યાદગાર બનાવી દીધો હતો.
ગઈકાલે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના સમાપન સમારોહની શરૂઆતમાં સ્કોટલેન્ડની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ભારત અને સ્કોટલેન્ડના પ્રખ્યાત મ્યુઝિશિયન્સ અને ડાન્સર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી 'જુગલબંધી' એ સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ સાંસ્કૃતિક પરફોર્મન્સે સમારોહને યાદગાર બનાવી દીધો હતો.
૩૯ પદકો સાથે ભારતે ચોથું સ્થાન જાળવ્યુંણુશ્વ /ૂનોંધનીય છે કે, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય એથલીટોએ શાનદાર અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટુકડીએ કુલ ૩૯ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં વિશ્વભરમાં ચોથા સ્થાને રહ્યું હતું, જેના કારણે ભારતીય ખેલાડીઓ ગૌરવ સાથે વિજયી બનીને માતૃભૂમિ તરફ પરત ફર્યા છે.
નોંધનીય છે કે, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય એથલીટોએ શાનદાર અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટુકડીએ કુલ ૩૯ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં વિશ્વભરમાં ચોથા સ્થાને રહ્યું હતું, જેના કારણે ભારતીય ખેલાડીઓ ગૌરવ સાથે વિજયી બનીને માતૃભૂમિ તરફ પરત ફર્યા છે.
ઓસ્ટ્રેલિયા પછી ભારત ઇતિહાસ રચશે વર્ષ ૨૦૩૦માં શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ભારત રમતગમતના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરશે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો માત્ર બીજો દેશ બનશે જેણે એક કરતાં વધુ વખત (૨૦૧૦ નવી દિલ્હી બાદ ૨૦૩૦ અમદાવાદ) આ વૈશ્વિક ગેમ્સની યજમાની કરી હોય. આ જાહેરાતથી સમગ્ર ગુજરાત અને ભારતભરના રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
વર્ષ ૨૦૩૦માં શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ભારત રમતગમતના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરશે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો માત્ર બીજો દેશ બનશે જેણે એક કરતાં વધુ વખત (૨૦૧૦ નવી દિલ્હી બાદ ૨૦૩૦ અમદાવાદ) આ વૈશ્વિક ગેમ્સની યજમાની કરી હોય. આ જાહેરાતથી સમગ્ર ગુજરાત અને ભારતભરના રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
