તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 29th May 2026
રિઝર્વેશન છતાં ઊભા રહીને મુસાફરી કરનારા ચાર મુસાફરોને રૂ.૨૦,૦૦૦નું વળતર ચૂકવવાનો રેલવેને નિર્દેશ
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝયુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ્યો કડક આદેશ

નવી દિલ્/હી તા.૨૯: એક કન્ઝયુમર કોર્ટે મુસાફરોને અનામત બર્થ(બુક કરેલી સીટ) આપવામાં નિષ્ફળ રહેવા બદલ ભારતીય રેલવેને જવાબદાર ઠેરવી છે. ભોજપુર ગ્રાહક તકરાર નિવારણ આયોગે સીટ બુક કરી હોવા છતાં ટ્રેનમાં ઊભા રહીને મુસાફરી પૂર્ણ કરનારા ચાર મુસાફરોને રૂ.૨૦,૦૦૦ નું વળતર ચૂકવવાનો રેલવેને નિર્દેશ કર્યો છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ફરિયાદ ત્યારે થઈ જ્યારે વિધ્યાચલ (મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ)થી આરા(ભોજપુર, બિહાર) જઈ રહેલા ચાર મુસાફરો LTT-પટણા એક્સપ્રેસમાં ચઢ્યા અને તેમને ખબર પડી કે રેલવે કર્મચારીઓ તેમની અનામત બર્થ પર કબજો કરી બેઠા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મુસાફરોએ કર્મચારીઓને તેમની અનામત બર્થ ખાલી કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓને તેમની સીટ ફાળવવામાં આવી ન હતી.
કોર્ટે અવલોકન કર્યું કે, રેલવેના કારણે મુસાફરોને માનસિક, શારીરિક અને નાણાકીય હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આયોગે ઉત્તર મધ્ય રેલવે અને રેલવે મંત્રાલયને રૂ.૧,૮૭૬.૮૦ ની બુકિગ રકમ, ૮% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવા અને રૂ.૨૦,૦૦૦ વળતર તરીકે અને રૂ.૧૫,૦૦૦ મુકદ્દમાના ખર્ચ તરીકે ૬૦ દિવસની અંદર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં ન આવે, તો ફરિયાદી કાનૂની ઉપાય દ્વારા વાર્ષિક ૧૦% વ્યાજ સહિત રકમ વસૂલવા માટે હકદાર રહેશે.
ફરિયાદ મુજબ, મુસાફરોએ શરૂઆતમાં રેલવે હેલ્પલાઇન તેમજ 'રેલવે સેવા' અને રેલવે મંત્રાલય સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમની ફરિયાદો નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, SMS દ્વારા ફરિયાદ સંદર્ભ નંબર મળવા છતાં મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે મુસાફરી દરમિયાન કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે એક TTE બક્સર સ્ટેશન પર દેખાયા ત્યારે મુસાફરોએ ફરી એકવાર સમસ્યા બાબતે જણાવ્યું હતું. જોકે, ટ્રેનમાં ભારે ભીડને કારણે તેઓને પરિસ્થિતિને મેનેજ કરવા કહેવામાં આવ્યું હતું.
આયોગ સમક્ષ, રેલવેએ દલીલ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિવાદો રેલવે વહીવટીતંત્ર કરતાં સરકારી રેલવે પોલીસ(GRP)ના અધિકારક્ષેત્રમાં આવે છે. અહેવાલો અનુસાર, રેલવેએ સેવામાં કોઈપણ ખામી હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી છે.
જ્યારે મુસાફરો દ્વારા સબમિટ કરાયેલી ટિકિટો, ફરિયાદ રેકોર્ડ, ટેક્સ્ટ મેસેજ અને ફોટોગ્રાફસની સમીક્ષા કર્યા પછી, કમિશને તારણ કાઢ્યું હતું કે રેલવે અધિકારીઓ દ્વારા વચન આપેલી સેવા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે મુસાફરોને તેમની સીટ મળી ન હતી અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
