તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
નરેન્દ્રભાઇ વિરૂધ્ધ અપમાનજક ભાષાના ઉપયોગ બદલ રૂચિકા સિંહ સામે ફરિયાદ
જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં વાંધાજનક વિડીયો વાયરલ થયા બાદ આરોપી યુવતી પરિવાર સાથે ફરારઃ સુપ્રીમ કોર્ટના મહિલા વકીલની ફરિયાદ

નોઈડા, તા. ૩૧: રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે NEET-UG પરીક્ષા વિવાદ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદી સામે અત્યંત અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એક યુવતીને ભારે પડી ગયો છે. નોઈડા પોલીસે આ મામલે ૨૫ વર્ષીય રુચિકા સિંહ નામની યુવતી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ અને ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં રહેતા સ્મળતિ સિંહ દ્વારા આ અંગે નોઈડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૨૩ જુલાઈના રોજ તેમને એક વિડીયો મળ્યો હતો, જેમાં રુચિકા સિંહ વડાપ્રધાન જેવા દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી અને જાહેર શાંતિ ભંગ કરે તેવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતી સ્પષ્ટ દેખાતી હતી.
નોઈડા પોલીસે ફરિયાદના આધારે સેક્ટર ૧૬૮ સ્થિત ‘લોટસ ઝિંગ સોસાયટી'ની રહેવાસી રુચિકા સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૫૨, ૩૫૩(૧) અને ૩૫૬(૧) હેઠળ ‘ઝીરો FIR' નોંધાઈ છે. ઘટનાસ્થળ દિલ્હીના જંતર મંતરનું હોવાથી કેસની આગળની વિગતવાર તપાસ દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. જોકે સિકંજો કસાતા આખો પરિવાર ફરાર થયો છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
