તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
બેંક સંબંધિત કોઈ જરૂરી કામકાજ પતાવી લેજો :શુક્રવારે જાણો ક્યાં રાજ્યોમાં બંધ રહેશે બેંકો : રિઝર્વ બેંકે કેમ જાહેર કરી રજા ?
વાંગલા મહોત્સવને કારણે બેંકોમાં રહેશે રજા, બાકીના દેશમાં રાબેતા મુજબ ચાલુ રહેશે કામકાજ

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર મુજબ, શુક્રવારે દેશના અમુક ખાસ વિસ્તારોમાં બેંકો બંધ રહેવાની છે. જો કે, રાહતની વાત એ છે કે આ રજા સમગ્ર દેશમાં લાગુ નથી, પરંતુ માત્ર એક જ રાજ્ય પૂરતી મર્યાદિત છે.
આવતીકાલે શુક્રવારે મેઘાલય રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો (જેમ કે SBI, PNB, HDFC, ICICI, એક્સિસ બેંક વગેરે) બંધ રહેશે. રિઝર્વ બેંક દ્વારા આ રજા 'વાંગલા મહોત્સવ' ના અવસર પર જાહેર કરવામાં આવી છે.
મેઘાલયની ગારો જનજાતિ દ્વારા આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવને '100 ડ્રમ ફેસ્ટિવલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૂર્ય દેવતા મિસી સાલજોંગને સમર્પિત પાક લણણીનો પરંપરાગત તહેવાર છે.
મેઘાલય સિવાય દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત દેશના બાકીના તમામ રાજ્યોમાં બેંક શાખાઓ રાબેતા મુજબ ખુલ્લી રહેશે. ગ્રાહકો આ તમામ જગ્યાઓ પર સામાન્ય દિવસોની જેમ બેંકિંગ સેવાઓનો લાભ મેળવી શકશે અને ઓનલાઈન બેંકિંગ સેવાઓ તો દેશભરમાં 24 કલાક ચાલુ જ રહેશે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
