તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
કોન્ગોમાં ઈબોલા વાઇરસથી ૮૦નાં મૃત્યુઃ ૨૪૬ કેસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઇમર્જન્સી જાહેર કરીઃ યુગાન્ડા, સુદાન અને કેન્યામાં અલર્ટ

યુનો,તા.૧૮: સેન્ટ્રલ આફ્રિકાના દેશ કોન્ગોમાં ઈબોલા વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૮૦ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજી ૨૪૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ ગઈ કાલે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી. અલબત્ત, આ કોઈ મહામારીની કેટેગરી નથી. કોન્ગોમાં ઈબોલા વાઇરસનો ફેલાવો એક જ પ્રાંતનાં ત્રણેક ગામોમાં ફેલાઈ ચૂક્યો છે.
કોન્ગોમાં પહેલી વાર ૧૯૭૬માં ઈબોલા વાઇરસની બીમારી જોવા મળી હતી. એ પછી તાજેતરમાં આ વાઇરસે સત્તરમી વાર દેખા દીધી છે. કોન્ગોમાં અત્યાર સુધી જાયરે સ્ટ્રેન પ્રકારનો વાઇરસ જોવા મળ્યો છે અને એને લગતી રસીઓ પણ બનાવવામાં આવી છે. જોકે હાલમાં ચિતાનું કારણ એટલા માટે પણ છે કેમ કે આ વખતે વાઇરસનો નવો બુંડીબુગ્યો નામનો સ્ટ્રેન છે જેનું કોઈ મારણ કે રસી હજી સુધી નથી શોધાઈ.
આ એક રેર, ખૂબ જ ચેપી અને જીવલેણ વાઇરસ છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિના લોહી, ઊલટી, મળ, પેશાબ, લાળ કે પસીનાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત કપડાં, પથારી, મેડિકલ ઉપકરણોના સ્પર્શથી પણ એ ફેલાય છે. અંતિમ સંસ્કાર દરમ્યાન શબના શરીર પરના ફલુઇડના સંપર્કમાં આવવાથી પણ વાઇરસ ફેલાઈ શકે છે. આ વાઇરસ કોરોનાની જેમ હવાથી આસાનીથી ફેલાતો નથી. આ વાઇરસનો ચેપ લાગ્યાનાં બેથી ૩ વીક પછી અચાનક હાઈ-ગ્રેડ ફીવર આવે છે અને ખૂબ નબળાઈ આવી જાય છે. સ્નાયુઓમાં અને માથામાં દુખાવો થાય છે. ગળામાં તકલીફ, ઝાડા-ઊલટી અને ત્વચા પર રેશિસ થઈ જાય છે. બીમારી વકરે તો નાક, મોં, મળ વાટે લોહીનો સ્રાવ થઈ શકે છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
