News of Wednesday, 25th November 2026
પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી મોટી બેઠક યોજી: ઉમેદવારોની જાહેરાત અંગે ચર્ચા કરી
નવ રચાયેલી 42 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ (PEC) દ્વારા વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે ચંદીગઢમાં પહેલી મોટી બેઠક

નવી દિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મોડમાં જોવાઈ છે, નવ રચાયેલી 42 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ (PEC) એ 2027 ની વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે ચંદીગઢમાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેની પહેલી મોટી બેઠક યોજી હતી.
આ બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટ અને પ્રદેશ પ્રમુખ પરગત સિંહ હાજર રહ્યા હતા. હાજર રહેલા ઘણા વરિષ્ઠ નેતાઓએ સૂચન કર્યું હતું કે ઉમેદવારોને તેમના મતવિસ્તારમાં તૈયારી કરવા માટે પૂરતો સમય મળે તે માટે શક્ય તેટલી વહેલી તકે જાહેરાત કરવામાં આવે. જોકે, સમિતિના કેટલાક સભ્યોએ ટિકિટની જાહેરાત કરવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી, તેના બદલે અન્ય વિપક્ષી પક્ષોની જમીની વાસ્તવિકતાઓ અને વ્યૂહરચનાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે વધુ સમય કાઢવો જોઈએ.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
