<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ઇન્ડિયા ગઠબંધનના સાંસદો સાથે થયેલા કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ કાળો દિવસ મનાવશે

પાર્ટીના તમામ રાજ્ય, જિલ્લા, બ્લોક અને મંડલ એકમો 8 ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે

નવી દિલ્હી :કોંગ્રેસ આજે કાળો દિવસ મનાવશે ચૂંટણી પંચના મામલાને લગતા વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી 'ઇન્ડિયા ગઠબંધનના સાંસદો સાથે થયેલા કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે, ગુરુવારે કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) ના પ્રમુખોને લખેલા પત્રમાં, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે નિર્દેશ આપ્યો છે કે પાર્ટીના તમામ રાજ્ય, જિલ્લા, બ્લોક અને મંડલ એકમો 8 ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરે.

(12:27 AM IST)