News of Friday, 20th November 2026
રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસની વાપસી:મુખ્યમંત્રીના ગૃહ જિલ્લા ભરતપુર સહિત ભાજપના ગઢમાં પક્ષને ફટકો
કુલ 3,701 બેઠકો અને જિલ્લા પરિષદની કુલ 599 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો:. ભરતપુર તેમજ જયપુર અને જોધપુર જેવા મહત્વના વિસ્તારોમાં ભાજપની કારમી હાર

રાજસ્થાનમાં હાલ જમાં સંપન્ન થયેલી પંચાયત ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષે જોરદાર વાપસી કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. આ ચૂંટણી પરિણામોમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પોતાના ગૃહજિલ્લા ભરતપુર તેમજ જયપુર અને જોધપુર જેવા મહત્વના વિસ્તારોમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, પ્રભાવશાળી મંત્રીઓના મતવિસ્તારોમાં પણ ભાજપને પરાજય મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ચૂંટણીના આંકડાકીય અહેવાલ મુજબ, સીકર અને ટોંક જિલ્લાઓમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું છે. સમગ્ર રાજ્યમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત બહુમતી હાંસલ કરતા પંચાયત સમિતિની કુલ 3,701 બેઠકો અને જિલ્લા પરિષદની કુલ 599 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ પરિણામોથી આગામી સમયમાં રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળે તેવી પૂરી સંભાવના છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
