<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

યુપીમાં ભાજપ સામે કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના મહાગઠબંધનની કવાયત તેજઃ આજે બેઠકોની વહેંચણી અંગે બીજા તબક્કાની મંત્રણા

૪૦૩ બેઠકો માટે રાજકીય સોદાબાજીઃ કોંગ્રેસે ૧૩૦ બેઠકોની યાદી રજૂ કરી પરંતુ ૭૫થી ૮૦ બેઠકો ઉપર સમાધાન કરે તેવી શકયતાઃ અંતિમ નિર્ણય બાકી

લખનૌ, તા.૨૪: ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્‍ચે બેઠકોની વહેંચણી અંગે મંત્રણાઓ તેજ બની છે. સોમવારે દિલ્‍હીમાં કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીના નિવાસસ્‍થાને પ્રથમ બેઠક યોજાયા બાદ આજે બીજા તબક્કાની ચર્ચા થવાની છે.

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ સહિત બંને પક્ષોના નેતાઓએ પ્રથમ બેઠકને સકારાત્‍મક ગણાવી હતી. કોંગ્રેસે પોતાની સુધારેલી માંગણી રજૂ કરી છે. પ્રારંભિક અહેવાલોમાં ૧૩૦ બેઠકોની યાદી રજૂ કરાયાનું જણાવાયું હતું, જ્‍યારે નવા અહેવાલો મુજબ પક્ષ ૭૫થી ૮૦ બેઠકો ઉપર સમાધાન કરી શકે છે.

અમેઠી અને રાયબરેલીની બેઠકો કોંગ્રેસ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને પક્ષોના ટોચના નેતાઓ અંતિમ સમજૂતી નક્કી કરશે. હજુ કોઈ સત્તાવાર બેઠકવહેંચણી જાહેર થઈ નથી.

(1:35 PM IST)