તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
પશ્ચિમ યુપીમાં ખોવાયેલું રાજકીય વર્ચસ્વ પાછું મેળવવા કોંગ્રેસનો માસ્ટરપ્લાન: ૨ ઓક્ટોબરથી શરૂ થશે ૧૫૦ કિમી લાંબી ‘કિસાન અધિકાર યાત્રા’!
જેવરમાં ૧૫ વર્ષ જૂનો ઈતિહાસ દોહરાવાશે: પાક વીમો, ખાતર અને નબળા બીજના મુદ્દે ખેડૂતોના ગઢમાં ગાંધી જયંતિથી વિરાટ આંદોલનનો શંખનાદ

નોઈડા : પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષ પોતાનું ગુમાવેલું રાજકીય સ્થાન અને જનાધાર પુનઃ પ્રાપ્ત કરવા માટે એક મોટું આક્રમક અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છે. રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે ૨ ઓક્ટોબરથી ૧૫૦ કિલોમીટર લાંબી ‘કિસાન અધિકાર યાત્રા’ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાક વીમો, ખાતરની અછત અને નબળી ગુણવત્તાવાળા બીજ જેવા ખેડૂતોના જ્વલંત પ્રશ્નોને વાચા આપીને કોંગ્રેસ પશ્ચિમ યુપીના ખેડૂત સમુદાયને ફરી પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે.
પૂર્વ કેબિનેટ મંત્રી રાજ બહાદુર દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડમેપ મુજબ, આ યાત્રા ૨ ઓક્ટોબરે મુઝફ્ફરનગરના મીરાપુર વિધાનસભા મતવિસ્તારથી પ્રદેશ પ્રમુખ અજય રાય અને રાજ્ય પ્રભારી રાજેન્દ્રપાલ ગૌતમની આગેવાનીમાં શરૂ થશે. ત્યારબાદ આ યાત્રા શામલીના થાણા ભવન, બાગપતના છાપરોલી, મેરઠ અને ગાઝિયાબાદના લોની થઈને ૭ ઓક્ટોબરે ગૌતમ બુદ્ધ નગરના જેવર ખાતે એક વિરાટ જનસભા સાથે સમાપ્ત થશે.
૧૫ વર્ષ પછી જેવરમાં ઈતિહાસનું પુનરાવર્તન
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૧માં રાહુલ ગાંધીએ પણ જેવરથી જ ઐતિહાસિક કિસાન યાત્રા કાઢી હતી. બરાબર ૧૫ વર્ષ પછી કોંગ્રેસ ફરી એકવાર જેવરને કેન્દ્રમાં રાખીને પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રહી છે. જિલ્લા કોંગ્રેસ કમિટીના જણાવ્યા અનુસાર, યાત્રાના સમાપન સમયે જેવરમાં આશરે ૫,૦૦૦ થી વધુ લોકોની વિશાળ જાહેર સભા યોજવાનું આયોજન છે. આ યાત્રાને સફળ બનાવવા માટે ૫૦૦ થી વધુ વરિષ્ઠ હોદ્દેદારો અને કાર્યકરોને ખેડૂતો, મજૂરો અને યુવાનોને એકજૂથ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
