<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કાલે દિલ્‍હીમાં કોંગ્રેસની વોટ બચાવો, દેશ બચાવો રેલી

રેલી પહેલાં રાજકીય ઘમાસાણઃ રામલીલા મેદાન ૧૪ સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

૧ નવેમ્‍બરે દિલ્‍હીના રામલીલા મેદાનમાં યોજાનારી કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો રેલી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે... એક તરફ કોંગ્રેસ આ રેલીને શક્‍તિપ્રદર્શન બનાવવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ સુરક્ષા એજન્‍સીઓ અને ટ્રાફિક પોલીસ પણ મોટા પાયે તૈયારીઓ કરી રહી છે...આ બધાની વચ્‍ચે વેપારીઓના સંગઠન ઘ્‍વ્‍ત્‍એ પણ રેલીના સમયને લઈને સવાલો ઉઠાવ્‍યા છે...આખરે સુરક્ષાની શું છે તૈયારીઓ અને શા માટે વધી રહ્યો છે રાજકીય ઘમાસાણ..

આ સુરક્ષાની તૈયારીઓ ૧ નવેમ્‍બરે યોજાનારી કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો' રેલી માટે કરવામાં આવી રહી છે. SIRના મુદ્દે સરકારને ઘેરવા માટે આયોજિત આ રેલીમાં મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉમટી પડે તેવી શક્‍યતા છે. આ રેલીને ધ્‍યાનમાં રાખીને. રામલીલા મેદાનને ૧૪ સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્‍યું છે. દરેક ઝોનની જવાબદારી ખ્‍ઘ્‍ભ્‍ રેન્‍કના અધિકારીઓને સોંપાઈ છે. બે મહત્ત્વના ઝોનની દેખરેખ એડિશનલ DCP સ્‍તરના અધિકારીઓ કરશે. રેલીની સુરક્ષા માટે સાડા ત્રણ હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. અર્ધલશ્‍કરી દળોની ૧૦ કંપનીઓ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. સમગ્ર રામલીલા મેદાન પર ૨૦૦થી વધુ CCTV કેમેરાથી નજર રખાશે.

આ ઉપરાંત રેલીમાં હજારો વાહનો પહોંચે તેવી શક્‍યતા છે...જેને ધ્‍યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે... બીજી તરફ રાહુલ ગાંધીની આ રેલીને લઈને સેન્‍ટ્રલ દિલ્‍હીના વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. આ વખતે ચેમ્‍બર ઓફ ટ્રેડ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી એટલે કે ઘ્‍વ્‍ત્‍એ કોંગ્રેસ સંસદીય દળનાં અધ્‍યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્‍યો છે... અને ત્‍ફઝત્‍ખ્‍ ગઠબંધનની ૧ નવેમ્‍બરે યોજાનારી રેલી દિવાળી બાદ યોજવા વિનંતી કરી છે.

CCTV ના જણાવ્‍યા અનુસાર આ રેલીને કારણે દિલ્‍હીના ૨૦ લાખ વેપારીઓના ધંધાને મોટું નુકસાન થઈ શકે છે...દિવાળીની ખરીદીની પીક સિઝનમાં વેપારીઓની રોજીરોટી પર અસર થવાની ભીતિ છે. ઘ્‍વ્‍ત્‍નું કહેવું છે કે રામલીલા મેદાનના ૫ કિલોમીટરના વિસ્‍તારમાં ૨૦ મોટાં બજારો આવેલાં છે...ત્‍યારે રેલીમાં આવનારા ૧૫થી ૨૦ હજાર વાહનો ક્‍યાં પાર્ક થશે તે પણ મોટો સવાલ છે. વેપારીઓએ ૧૦ નવેમ્‍બર બાદ રેલી યોજવાની માગ કરી છે.. વેપારીઓનું સ્‍પષ્ટ કહેવું છે કે આ રેલીને કારણે તેમને ૧૦ હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં... આ રેલીને કારણે રાજકીય તાપમાન પણ સતત વધી રહ્યું છે.

રાજકીય દ્રષ્ટિએ અત્‍યંત મહત્ત્વની ગણાતી આ રેલી પહેલાં કોંગ્રેસ પોતાની તાકાત બતાવવાની તૈયારીઓમાં લાગી છે...ત્‍યારે હવે સૌની નજર ૧ નવેમ્‍બર પર ટકેલી છે...જ્‍યારે રામલીલા મેદાનમાંથી ઉઠનારો રાજકીય સંદેશ માત્ર દિલ્‍હી જ નહીં, પરંતુ દેશભરના રાજકારણ પર અસર કરી શકે છે.(

(10:38 AM IST)