ચોમાસું સત્ર પહેલાં બંધારણીય સુધારો શક્ય સંયુક્ત સંસદીય સમિતિ ૧૯મીથી ગુજરાતમાં
પાંચ રાજ્યની ચૂંટણી પછી વર્ષ ૨૦૨૯માં ‘વન નેશન વન ઈલેક્શન' કવાયત તેજ : એક દેશ એક ચૂંટણી બિલ માટે કાર્યરત JPC બેથી ત્રણ દિવસ ગુજરાતમાં મંતવ્યો મેળવશેઃ ગુજરાત પછી દક્ષિણના રાજ્યોમાં પ્રવાસ કરશે, -JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધીઃ રાજકીય, સરકારી, ન્યાયતંત્ર, લોકતાંત્રિક-નાગરિક નિસ્બત ધરાવતા કર્મશીલો સાથે બેઠકો

અમદાવાદ,તા.૧૨: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ 'વન નેશન વન ઈલેક્શન' માટે ડિસેમ્બર- ૨૦૨૪માં લોકસભામાં રજૂ થયેલા ૧૨૯મા બંધારણિય સુધારા તરફની ગતિવિધી તેજ બની રહી છે. આ સુધારનું બિલ (વિધેયક) સંસદમાં પસાર થયુ નથી. પરંતુ, ચોમાસુ સત્રના પહેલા સપ્તાહ સુધીમાં અહેવાલ તૈયાર કરવા ૩૯ સભ્યોની સંયુક્ત સંસદિય સમિતી-થ્ભ્ઘ્ને ટાસ્ક સોંપાઈ છે. રાજસ્થાનના સાંસદ અને કાયદાવિદ્ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં થ્ભ્ઘ્ દેશમાં ગુજરાતથી વિચાર-વિમર્શ આરંભશે. સંભવતઃ ૧૯થી ૨૧મી મે થ્ભ્ઘ્ ગુજરાતમાં રાજકીય પક્ષો, સરકારી તંત્ર, ન્યાય તંત્ર, લોકતાંત્રિક અને નાગરીક નિસબત ધરાવતા કર્મશીલો સાથે બેઠક યોજીને તેમના અભિપ્રાયો મેળવશે તેમ જાણવા મળ્યુ છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી માટે આઠ સભ્યોની ૬૫ જેટલી બેઠકો યોજીને ૧૮,૬૨૬ પાનાનો અહેવાલ લોકસભા ચૂંટણી પહેલા માર્ચ-૨૦૨૪માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સોંપ્યો હતો. જેના આધારે સરકારે ડિસેમ્બર-૨૦૨૪માં લોકસભામાં એક સાથે લોકસભા અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજવાને માટે રાષ્ટ્રપતિને અધિકાર આપવા બંધારણમાં નવી કલમ ૮૨-એ ઉમેરરવા વિધેયક રજૂ થયુ હતુ. જેના ઉપર અભ્યાસ અને શક્યતા ચકાસણી માટે પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં JPC કાર્યરત છે. જેમા ભાજપના અનુરાગ ઠાકુર, કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સહિત ૩૯ સાંસદો છે. આ JPC ગુજરાતમાંથી રાજ્યોનો પ્રવાસ શરૂ કરી રહી છે.
કહેવાય છે કે, જો સઘળુ સમુસૂતરૂ ઉતર્યું તો વર્ષ ૨૦૨૯માં જ લોકસભાની સાથે દેશના તમામ વિધાનસભાની પણ ચૂંટણી યોજાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
