તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
રાજસ્થાનમાં એસિડિટી અને ગેસની દવાઓનો વપરાશ ચિંતાજનક
એક વર્ષમાં એસિડિટી અને ગેસની ૫૭.૮૭ કરોડ ગોળીઓ-કેપ્સ્યુલના વપરાશના આંકડા : લાંબા સમય સુધી દવા લેવાથી સાવધ રહેવા તબીબોની સલાહ ઓમેપ્રાઝોલની ૨૯.૩૮ કરોડ અને અન્ય દવાઓની ૨૮.૪૯ કરોડ ગોળીઓનો આંક : કેન્સરના જોખમ અંગે સંશોધકોમાં ચર્ચા

જયપુર : રાજસ્થાનમાં એસિડિટી, ગેસ અને પેટની તકલીફો માટે ઉપયોગમાં લેવાતી દવાઓના મોટા પ્રમાણમાં વપરાશના આંકડા સામે આવ્યા છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દવાઓની સપ્લાય સાથે સંકળાયેલા અહેવાલ મુજબ દર વર્ષે લગભગ ૫૭.૮૭ કરોડ ગોળીઓ અને કેપ્સ્યુલનો વપરાશ નોંધાય છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, એસિડિટી માટે વપરાતી ઓમેપ્રાઝોલની ૨૯.૩૮ કરોડ કેપ્સ્યુલ અને પેટની અન્ય સમસ્યાઓ માટે પેન્ટોપ્રાઝોલ તથા ડોમ્પેરિડોનની ૨૮.૪૯ કરોડ ગોળીઓ-કેપ્સ્યુલનો આંક આપવામાં આવ્યો છે.
જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના તબીબ ડૉ. ગોવિંદ રાંકાવતના જણાવ્યા મુજબ, આવી દવાઓ તબીબી જરૂરિયાત પ્રમાણે લેવી જોઈએ. પોતાની રીતે લાંબા સમય સુધી દવા ચાલુ રાખવી યોગ્ય નથી.
કેટલાક અભ્યાસોમાં એસિડ ઘટાડતી દવાઓના લાંબા વપરાશ અને પેટના કેન્સર વચ્ચે સંભવિત સંબંધ જોવા મળ્યો છે. જોકે દવાઓથી જ કેન્સર થાય છે તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી.
અહેવાલમાં રાજસ્થાનમાં કૂતરાં અને સાપ કરડવાની સારવાર પાછળ વર્ષે લગભગ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચનો પણ ઉલ્લેખ કરાયો છે. દવાઓના વપરાશ અંગેના આંકડા સરકારી દવાઓની સપ્લાય આધારિત અહેવાલોમાંથી લેવામાં આવ્યા છે;
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
