તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
બુલીયન માર્કેટમાં સતત ગાબડા : ચાંદીમાં ૧૧,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૧૯,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૪,૦૦૦ રૂા.થયા : ચાંદીમાં ૩ દિવસમાં ર૧,૦૦૦ રૂા. અને સોનામાં ૪,૦૦૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., રપઃ બુલીયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે ચાંદી અને સોનાના ભાવમાં ગાબડાનો દોર યથાવત રહયો હતો. ચાંદીમાં વધુ ૧૧,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૧૧,૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે હાજરમાં ચાંદી (૧કિલો)ના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૧૯,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં ર૧,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે.
ચાંદીની સાથે સોનાના ભાવો પણ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૪,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૩૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયું છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૭૦,૦૦૦ રૂા. હતા ેતે ઘટીને ૧૪,૩૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૭,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે.
અમેરીકા અને ઇરાન વચ્ચે શાંતિકરાર થયા બાદ ડોલર ઇન્ડેક્ષ વધતા સોના-ચાંદીના ભાવમાં ગાબડા પડયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
