તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સતત અગ્નિપરીક્ષા પરંતુ નરેન્દ્રભાઈ ડગ્યા નહીં
સંઘના સૈનિકની સંગઠન થી લઈને ગુજરાતના સફળ મુખ્યમંત્રી સુધીની સફર, પક્ષમાં જ અસહકાર સામે વિપક્ષનો વિરોધ : ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી સતત ૪ ટર્મ ના આશરે ૧૨ વર્ષ અને ૧૨૭ દિવસ શાસન કરી સર્જ્યો હતો રેકોર્ડ : ગુજરાતને વિકાસના પંથે આગળ ધપાવ્યું, દેશભરમાં ગુજરાતને બનાવ્યું મોડલ વાયબ્રન્ટઃ ગુજરાત સમિટ ને મળી ભારે સફળતા રોડ અને રસ્તાઓમાં ભારે સુધારા વીજળી અને પાણીની સમસ્યાનો થયો હલ કૃષિ ક્ષેત્રે અનેરો બદલાવ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ સંઘના સૈનિક નરેન્દ્રભાઈની સંગઠન થી સત્તાની આ સફર ખુબ જ પડકાર રૂપ હતી, તેઓ કોઈ રાજકીય પરિવારના વારસદાર હતા નહી, હતા માત્ર સંઘના સામાન્ય કાર્યકર...!! નરેન્દ્રભાઈની આ સફર ભારતની રાજનીતિમાં સૌથી ચર્ચિત અને પ્રેરણાદાયક સફરોમાંની એક માનવામાં આવે છે. એક સામાન્ય સંઘ કાર્યકરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધી નો તેમનો માર્ગ લાંબા સંઘર્ષ, સંગઠન કુશળતા અને રાજકીય પરિશ્રમ થી ભરેલો હતો. નાની ઉંમરે જ તેઓ આર એસ એસ સાથે જોડાયા , ૧૯૭૦ ના દાયકામાં તેઓ પૂર્ણ સમયના ‘‘પ્રચારક'' બન્યા, ૧૯૭૫ થી ૧૯૭૭ ની ઇમરજન્સી દરમિયાન તેઓ ભૂગર્ભ રહી સંગઠન કાર્ય કરતા હતા, આ સમય દરમિયાન તેમની ઓળખ એક શિસ્તબદ્ધ, મહેનતી અને આયોજનમાં કુશળ કાર્યકર તરીકે બની.
૧૯૮૫ માં આર આર એસ દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટી માં સંગઠન કાર્ય માટે મોકલવામાં આવ્યા, ૧૯૮૭ માં તેઓ ગુજરાત બીજેપી ના સંગઠન મંત્રી બન્યા, અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણીમાં પાર્ટીની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.
નરેન્દ્રભાઈનો ખરી રીતે રાષ્ટ્રીય સ્તરે ઉદય ૧૯૯૦ના દાયકામાં થયો તેઓ એ એલ. કે. અડવાણી ની રથયાત્રા આયોજન માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
એકતા યાત્રા અને સંગઠન મજબૂત બનાવવામાં કાર્ય કર્યું અને બીજેપી ના રાષ્ટ્રીય નેતૃત્વમાં વિશ્વાસ જીત્યો, આ સમય દરમિયાન તેઓ ‘‘બેકરૂમ સ્ટ્રેટેજિસ્ટ'' તરીકે જાણીતા બન્યા. સંગઠનમાં થી નરેન્દ્રભાઈની સત્તા માં એન્ટ્રી....
વર્ષ ૨૦૦૧ માં ગુજરાતમાં ભૂકંપ અને રાજકીય પરિસ્થિતિ વચ્ચે બીજેપી ને નવા નેતૃત્વની જરૂર પડી., અને હાઈ કમાન્ડે પસંદગી નરેન્દ્ર મોદી ઉપર ઉતારી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ ને પસંદ કરવામાં આવ્યા, અને નરેન્દ્રભાઈએ ૭ મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ પ્રથમ વખત ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, બસ ત્યાર પછી સત્તા ની આ સફર માં નરેન્દ્રભાઇ પ્રજાહિત ના કાર્યોના સથવારે આગળ ધપતા જ રહ્યા....
પ્રથમ વખત સી એમ તરીકે ૭ મી ઓક્ટોબર ૨૦૦૧ ને રવિવારે ,બીજી ટર્મ માટે ૨૨ મી ડિસેમ્બર ૨૦૦૨ ને રવિવારે ,ત્રીજી ટર્મ માટે ૨૫ મી ડિસેમ્બર ૨૦૦૭ ને મંગળવારે અને, ચોથી ટર્મ માટે૨૬ મી ડિસેમ્બર ૨૦૧૨ને બુધવારે એમ સતત ચાર વખત મુખ્યમંત્રી તરીકે આશરે કુલ ૧૨ વર્ષ અને ૧૨૭ દિવસ કાર્યભાર સંભાળી ગુજરાતના વિકાસ ને ચાર ચાંદ લગાવ્યા. નરેન્દ્રભાઈનો ગુજરાતના વિકાસ માં મોટો અને વ્યાપક ફાળો માનવામાં આવે છે, ખાસ કરીને ૨૦૦૧ થી ૨૦૧૪ દરમિયાન તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, વીજળી, રોડ અને રોકાણ ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળ્યા. મુખ્ય વિકાસ ક્ષેત્રો જોઈએ તો ઉદ્યોગ અને રોકાણ પર ભાર મૂક્યો , મોદી જી એ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી, જેના દ્વારા દેશ-વિદેશના રોકાણકારો ને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવામાં આવ્યા, ૨૦૦૩ થી શરૂ થયેલ આ સમિટ ગુજરાત ને મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ રહી, જેને પગલે મોટા ઉદ્યોગો અને સેઝ વિકસ્યા, ધોલેરા, સાણંદ, અને દહેજ જેવા ઇન્ડસ્ટ્રીઝ ઝોન ઝડપથી આગળ વધ્યા, ટાટા નેનો જેવા મોટા પ્રોજેક્ટ ગુજરાત માં ખેંચી લાવવા માં નરેન્દ્ર ભાઈ સફળ રહ્યા.
રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાત માં રોડ નેટવર્ક, બંદરો અને ઈન્ડસ્ટ્રીઝ કોરિડોર પર ખાસ ભાર મૂકાયો,ગામડાં સુધી સારા રસ્તા, બંદરો ને ડેવપોલ કરાયા,અમદાવાદી... BRTS જેવા ગ્રામીણ પ્રોજેક્ટ લાવ્યા ૨૪ કલાક વીજળી માટે જ્યોતિગ્રામ યોજના, આ યોજનાઓને કારણે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં કનેક્ટિવિટી માં સુધારો આવ્યો.
કૃષિ ક્ષેત્રે પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી , ચેક ડેમ અને ગ્રામીણ પ્રોજેક્ટ, નર્મદા કેનાલ નેટવર્ક, માઇક્રો..ઇરીગેશન ને લઈને બીટી કોટન નો વધારો જોવા મળ્યો, કેટલાક અભ્યાસ મુજબ ગુજરાત ની કૃષિ વૃદ્ધિ દેશના સરેરાશ કરતાં ઊંચી રહી હતી.
વીજળી અને પાણી
મોદી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની સાથે સાથે વીજળી અને પાણી ની જરૂરિયાત ને પણ પ્રાધાન્ય આપ્યું, જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાંમાં સતત વીજ પુરવઠો, નર્મદા પ્રોજેક્ટ દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્નઆને ગુજરાતના વિકાસનું મહત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે.
‘‘ગુજરાત મોડલ''
મોદીના કાર્યકાળ દરમિયાન ‘‘ગુજરાત મોડલ'' દેશભરમાં ચર્ચામાં આવ્યું. તેનો મુખ્ય ભાર હતો, ઝડપી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી,ઝડપી મંજૂરી પ્રક્રિયા, વર્લ્ડ બેંક રેન્કિંગ સહિતના કેટલાક અહેવાલોમાં ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગણાવવામાં આવ્યું હતું. ટૂંકમાં કહીએ તો નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાત, દેશ ના સૌથી ઇન્ડસ્ટ્રીયલેઝેડ તરીકે રાજ્યો માં વધુ મજબૂત બન્યું રોકાણ, રોડ, વીજળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓળખાયું વાયબ્રન્ટ ગુજરાત દ્વારા વૈશ્વિક રોકાણ નકશા પર આવ્યું અને આ જે પણ ગુજરાતનો વિકાસ મોડેલ ભારતની રાજકીય અને આર્થિક ચર્ચામાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ પાછળ થી નરેન્દ્ર ભાઈ ને ગુજરાત નું આકાશ નાનું લગતા તેમને દિલ્હી ભણી નજર દોડાવી. ગુજરાત થી દિલ્હી સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ થી સીધા ભારતના વડાપ્રધાન બનનાર તેઓ પ્રથમ નેતા બન્યા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
