તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
દિલ્હીમાં ચાલી રહેલા સતત વિરોધ પ્રદર્શનથી રોજના રૂ.૨૫૦ કરોડના વેપારને થઈ શકે છે અસર
ટ્રેડર્સ એસોસિએશને કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારમાં દુકાન, રેસ્ટોરાં અને ઓફિસને બંધ રાખવા સલાહ આપી છે

નવી દિલ્હી,તા.૧૦: દિલ્હીમાં ચાલી રહેલા સતત વિરોધ પ્રદર્શનથી વેપાર જગત પર સંકટ; રોજ રૂ.૨૫૦ કરોડના વેપારને થઈ શકે છે અસર. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા અને SIR પ્રક્રિયા મામલે વિપક્ષી દળો તથા યુવા અને અન્ય સંગઠનો દ્વારા છેલ્લાં અમુક દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી દળો ગત ૩-૪ દિવસથી સતત માર્ચ કાઢી રહ્યા છે, જે દિલ્હીના વિવિધ વિસ્તારો અને સ્થળો સુધી નીકળતી હોય છે. આ કારણે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ બેરિકેડિગ કરવામાં આવતી હોય છે અને ઘણાં માર્ગો બંધ કરવામાં આવતા હોય છે.
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા અને SIR પ્રક્રિયા મામલે વિપક્ષી દળો તથા યુવા અને અન્ય સંગઠનો દ્વારા છેલ્લાં અમુક દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી દળો ગત ૩-૪ દિવસથી સતત માર્ચ કાઢી રહ્યા છે, જે દિલ્હીના વિવિધ વિસ્તારો અને સ્થળો સુધી નીકળતી હોય છે. આ કારણે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ બેરિકેડિગ કરવામાં આવતી હોય છે અને ઘણાં માર્ગો બંધ કરવામાં આવતા હોય છે. શનિવારે થનાર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન મામલે પોલીસે ઘણાં મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યાના પણ અહેવાલ છે. એવામાં મુશ્કેલી સામાન્ય વેપારીઓની વધી રહી છે. તેમને સતત મોટા નુકસાન તરફનું સંકટ દેખાય રહ્યું છે.
સતત ટ્રાફિક જામ રહેશે અને વિરોધ પ્રદર્શનને કારણે રસ્તાઓ અને બજાર બંધ રહેશે તો વેપારીઓને મોટું નુકસાન થઈ શકે છે. ટોચના મુખ્ય બજારોમાં તો રોજના ૨૫૦ કરોડ રૂપિયાના વેપારને અસર થઈ શકે છે. જ્યારે સમગ્ર દિલ્હીની વાત કરીએ તો વિરોધ પ્રદર્શનને કારણે રોજના કુલ ૫૦૦-૬૦૦ કરોડના વેપાર થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશને કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારમાં સ્થિતિને જોતા દુકાન, રેસ્ટોરાં અને ઓફિસને બંધ રાખવા સલાહ આપી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવમાં નુકસાનને ટાળી શકાય.
વેપારીઓના મતે, તહેવારો અને તે અગાઉના આ સમયગાળા દરમિયાન ચાંદની ચોક, સદર બજાર, કનોટ પ્લેસ અને જૂની અને નવી દિલ્હીના અન્ય મુખ્ય વેપારી વિસ્તારોમાં ગ્રાહકોના ટ્રાફિકમાં વિક્ષેપ પડવાથી વ્યવસાય પર સીધી અસર પડી શકે છે. આનાથી માત્ર દુકાનદારો જ નહીં પરંતુ કર્મચારીઓ, નાના વ્યવસાયો, ટ્રાન્સપોર્ટરો, સપ્લાયર્સ અને અન્ય સેવાઓને પણ નુકસાન થઈ શકે છે.
વેપારી સંગઠનોના મતે, દિલ્હીમાં ૧૦ લાખથી વધુ વેપારી સંસ્થાઓ છે, જે ૧ કરોડથી વધુ લોકોની આજીવિકાને ટેકો આપે છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી આશરે ૫૦૦,૦૦૦ વેપારીઓ વ્યવસાયિક હેતુઓ માટે દરરોજ દિલ્હીની મુલાકાત લે છે. પરિણામે બજારો અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકમાં વિક્ષેપ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં સપ્લાય ચેઇનને અસર કરી શકે છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
