તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 28th May 2026
સરકારી સિસ્ટમને ઉધઈની જેમ કોરી ખાતો કોન્ટ્રાક્ટરઃ ઘરમાંથી સોના-ચાંદીનો ખજાનો નીકળ્યો
અધિકારી તેમના મનનું ધાર્યું કામ કરવાના બદલામાં મોં માંગી કિમત વસૂલતા હતા. પૈસા આપીને કોન્ટ્રાક્ટ પાસ કરાવનારા અધિકારીઓને રિશુ વિદેશનો પ્રવાસ પણ કરાવતો હતો

પટના,તા.૨૮: સ્પેશિયલ વિજિલન્સ યુનિટ એટલે કે એસવીયુ અને ઇકોનોમિક ઓફેન્સ યુનિટે બુધવારે બિહારના એક કોન્ટ્રાક્ટરના ઠેકાણા પર દરોડા પાડ્યા. કોન્ટ્રાક્ટર રિશુ શ્રીના ઘરે એસયુવીના દરોડામાં રોકડા રૂપિયા, દાગીના અને દસ્તાવેજ સહિત કેટલાય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત થયા છે. કોન્ટ્રાક્ટર રિશુ શ્રીના પટનાવાળા ફલેટ પર લ્સ્શ્ની ટીમે દરોડા પાડ્યા છે. રિશુ શ્રી પર આરોપ છે કે તેણે સરકારી કોન્ટ્રાક્ટમાં હેરફેર કરી પોતાની કંપનીને લાભ પહોંચાડ્યો, જેનાથી સરકારી ખજાનાને મોટું નુકસાન થયું છે. આજે વિશેષ ન્યાયાધીશ દેખરેખ પટના દ્વારા જાહેર કરવામાં આવેલા વોરન્ટના આધાર પર પટનામાં રિશુના જક્કનપુર સ્થિત મીઠાપુરવાળા ઘરમાં રેડ પડી હતી.
ઇડીએ ગત વર્ષે ૨૦૨૫માં પણ રિશુ શ્રીના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે ઇડીએ ૫૧ લાખ રૂપિયા રોકડા અને બે કરોડના દાગીના જપ્ત કર્યા હતા. આ અગાઉ ૨૦૨૫માં પણ ઇડીએ આ ઘરમાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયા જપ્ત કર્યા હતા અને કરોડોના દાગીના પણ મળી આવ્યા હતા.
રિશુ શ્રી પોતાની કંપનીના નામ પર સરકારી ટેન્ડર મેનેજ કરતો હતો. આઠથી નવ ટકા કમિશન પર ટેન્ડરની હેરફેર કરતો. નગર વિકાસ અને આવાસ બુડકો ભવન નિર્માણ અને ગ્રામીણ કાર્ય સહિત કેટલાય સરકારી વિભાગમાં ટેન્ડર કમિશનના દમ પર રિશુ શ્રી લાંબા સમયથી મેનેજ કરતો આવતો.
મોટા ઓફિસરોને પણ કમિશન સમયસર પહોંચી જતું અને મનમાની કંપનીને ટેન્ડર અપાવતો હતો. રિશુ ટેન્ડર મેનેજ કરનારા અધિકારીઓને આઠથી નવ ટકા કમિશન આપતો હતો.
રિશુ શ્રીને સાતથી આઠ કંપનીઓ છે, જેમના નામ પર તે ખુદ ટેન્ડર ઉઠાવવાનું કામ કરતો હતો. લ્સ્શ્ના સર્ચ દરમિયાન આ બધી વાતનો ખુલાસો થયો છે. રિશુ નકલી બિલ પણ પાસ કરાવતો હતો. રિશુ કેટલાય પ્રકારના સરકારી બિલમાં વધારીને પૈસા પાસ કરાવવામાં ચાલાક હતો. તેના માટે તે અધિકારીઓને કમિશન ખવડાવતો હતો. રિશુ નાનાથી લઈ મોટા કર્મચારીઓને કમિશન આપીને સેટ કરી રાખતો. સિસ્ટમમાં નીચેથી લઈ ઉપર સુધી તેની પહોંચ હતી. રિશુને જોઈએ તે ટેન્ડર અપાવવામાં જે પણ અધિકારી તેની મદદ કરતા, તે અધિકારીઓને તે વિદેશમાં ફરવા લઈ જતો.
સરકારી ટેન્ડરના ખેલ અને મની લોન્ડ્રિંગ મામલામાં પણ ઇડી તપાસ કરી રહી છે. બે વાર જૂન અને નવેમ્બરમાં રિશુ શ્રીના નવ ઠેકાણા પર ઇડી દરોડા પાડી ચૂકી છે. આપને જણાવી દઈએ કે, પટના, અમદાવાદ, સુરત, ગુરુગ્રામ અને નવી દિલ્હીમાં રિશુશ્રી સાથે જોડાયેલા સહયોગીઓ, ટ્રાવેલ એજન્ટો અને સંબંધીઓના ઠેકાણા પર ઇડી દરોડા પાડી ચૂકી છે. તલાશી દરમિયાન ઇડીએ રોકડા રૂપિયા સાથે સંપત્તિ અને ટેન્ડર સાથે જોડાયેલા દસ્તાવેજ અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા હતા. ઇડીએ પોતાની કાર્યવાહીમાં રિશુશ્રી અને તેના પરિવારના સભ્યો અને સંસ્થામાંથી લગભગ ૬૮.૦૯ કરોડની સંપત્તિ ઓગસ્ટ મહિનામાં જપ્ત કરી હતી.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
