તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
નેતન્યાહૂના ન્યૂયોર્ક પ્રવાસ પહેલાં વિવાદ: મેયર મમદાનીએ ધરપકડની વાત કરતા ઇઝરાયલના તીખી પ્રતિકિયા
મમદાનીએ ઇઝરાયલ પર નિશાન સાધીને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે: રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર

ન્યૂયોર્ક : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચે તે પહેલાં જ નવો વિવાદ ઉભો થયો છે. ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે નેતન્યાહૂની ધરપકડ અંગેના કાનૂની વિકલ્પો માટે તેઓ શહેરના કાનૂની સલાહકારો સાથે ચર્ચા કરી રહ્યા છે.
મમદાનીએ કહ્યું હતું કે જો નેતન્યાહૂ ન્યૂયોર્ક આવશે તો તેમની ધરપકડના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમણે યાદ અપાવ્યું કે મેયરપદની ચૂંટણી દરમિયાન તેમણે નેતન્યાહૂની ધરપકડ કરાવવાનું વચન આપ્યું હતું. જોકે, તેમણે સ્વીકાર્યું કે મેયર તરીકે કોઈ વિદેશી રાષ્ટ્રપ્રમુખની ધરપકડ કરવાનો અધિકાર તેમને છે કે નહીં, તે અંગે તેઓ નિશ્ચિત નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ન્યૂયોર્ક શહેરના કાયદા મને જે સત્તા આપે છે, તે મુજબ જ અમે કાર્યવાહી કરીશું. આ માટે અમે શહેરના કાનૂની સલાહકારો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ."
ઇઝરાયલનો તીખો પ્રતિસાદ
મમદાનીના નિવેદન બાદ ઇઝરાયલે તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "મેયર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવાને બદલે અને ન્યૂયોર્કમાં વધી રહેલી યહૂદી વિરોધી માનસિકતાનો સામનો કરવાને બદલે, મમદાનીએ ઇઝરાયલ પર નિશાન સાધીને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
