<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

રાજસ્થાનમાં ૪૦ વિલા અને કોટેજના સોદાનો વિવાદ : વરિષ્ઠ આઇએએસ અધિકારી શિખર અગ્રવાલને તમામ હોદ્દેથી હટાવાયા

૬.૧૬ કરોડની મિલકતો ખરીદીને તે જ કંપનીને ભાડે આપ્યાના અહેવાલો બાદ સરકારે વહીવટી કારણો દર્શાવી કાર્યવાહી કરી

જયપુર :રાજસ્થાન સરકારે ૧૯૯૩ની બેચના વરિષ્ઠ આઇએએસ અધિકારી શિખર અગ્રવાલને એ.પી.ઓ. એટલે કે નવી નિમણૂકના આદેશની પ્રતીક્ષામાં મૂક્યા છે. અગ્રવાલ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં ઉદયપુર અને અલવર જિલ્લામાં ૨૦ કોટેજ તથા ૨૦ વિલા ખરીદવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંદાજે રૂ. ૬.૧૬ કરોડમાં ખરીદાયેલી આ મિલકતો એ જ કંપનીને પાછી ભાડે અપાઈ હોવાનું જણાવાયું છે. વાર્ષિક ભાડાની આવક રૂ. ૧.૮૦ કરોડ હોવાનો દાવો છે. અગ્રવાલને ઉદ્યોગ વિભાગ સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓમાંથી મુક્ત કરાયા છે. જોકે સરકારી આદેશમાં કારણ માત્ર વહીવટી દર્શાવાયું છે અને ગેરરીતિ સાબિત થઈ નથી. 

(7:15 PM IST)