<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

૫૦૦ની એક નોટ છાપવાનો ખર્ચ માત્ર ૨ રૂપિયા ૨૯ પૈસા

બજારમાં હાલ ૫૦૦ રૂપિયાની ૭૦૫.૪૮ કરોડ નોટો ફરી રહી છે, જે કુલ નોટોની સંખ્‍યાના ૪૧.૨ ટકા જેટલી છે : ૨૦૨૫-૨૬માં ચલણી નોટો છાપવા પાછળનો આરબીઆઈનો ખર્ચ ૨૬.૫ ટકા ઘટીને ૪,૮૭૫.૨ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં આ ખર્ચ ૬,૩૭૨.૮ કરોડ રૂપિયા હતો

મુંબઈ,તા.૨: હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા તેનો પહેલો એન્‍યુઅલ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા અહેવાલો સામે આવ્‍યા છે. રિપોર્ટ અનુસાર ફાઈનાન્‍શિયલ યર ૨૦૨૫-૨૬માં ચલણી નોટો છાપવા પાછળનો આરબીઆઈનો ખર્ચ ૨૬.૫ ટકા ઘટીને ૪,૮૭૫.૨ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં આ ખર્ચ ૬,૩૭૨.૮ કરોડ રૂપિયા હતો. જોકે, આ રિપોર્ટની સૌથી રસપ્રદ વાત તો એ છે કે, ૫૦૦  રૂપિયાની એક નવી નોટ છાપવાનો વાસ્‍તવિક ખર્ચ માત્ર ૨ રૂપિયા ૨૯ પૈસા જેટલો જ છે. ચાલો તમને આખી સ્‍ટોરી વિસ્‍તારથી જણાવીએ...

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ્‍સ અનુસાર ચલણી નોટોની છાપણીના ખર્ચમાં આ ઘટાડો એવા સમયે આવ્‍યો છે, જ્‍યારે માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં દેશના બજારમાં હાજર નોટોની કુલ કિમત ૧૧.૮ ટકાથી વધીને ૪૧.૨૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે માર્ચ ૨૦૨૫માં ૩૬.૮૬ લાખ કરોડ રૂપિયા હતી. આ આંકડાઓ સ્‍પષ્ટ કરે છે કે આરબીઆઈએ ચલણની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓછી સંખ્‍યામાં પરંતુ વધુ મૂલ્‍ય ધરાવતી નોટો એમાં પણ ખાસ કરીને રૂપિયા ૫૦૦ની નોટ વધારે છાપી છે.

ભારતીય અર્થતંત્રમાં અત્‍યારે ૫૦૦ રૂપિયાની નોટ સૌથી લોકપ્રિય અને વધુ ચલણમાં છે. ચલણમાં રહેલી કુલ નોટોની કિમતમાં ૫૦૦ની નોટનો હિસ્‍સો ૮૫.૫ ટકા છે, જે મૂલ્‍યની દ્રષ્ટિએ ૩૫.૨૭ લાખ કરોડ રૂપિયા થાય છે. સંખ્‍યાની દ્રષ્ટિએ જોઈએ તો, બજારમાં હાલ ૫૦૦ રૂપિયાની ૭૦૫.૪૮ કરોડ નોટો ફરી રહી છે, જે કુલ નોટોની સંખ્‍યાના ૪૧.૨ ટકા જેટલી છે

(10:21 AM IST)