<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દેશની પ્રથમ સ્‍વદેશી બર્ડ ફલૂ વેક્‍સિન તૈયાર, ૨૦મીએ કરાશે લોન્‍ચ

ભારતની ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિ : ભોપાલ સ્‍થિત ICAR-NIHSAD દ્વારા તૈયાર કરાયેલી આ રસીનો એક ડોઝ મરઘીઓને ૬ મહિના સુધી સુરક્ષા આપશે

ભોપાલ તા.૧૮: બર્ડ ફલૂ ના અત્‍યંત જોખમી H5N1 વાયરસથી મરઘીઓ અને દેશના વિશાળ પોલ્‍ટ્રી ઉદ્યોગને સુરક્ષિત રાખવાની દિશામાં ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મધ્‍યપ્રદેશના ભોપાલ સ્‍થિત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના રાષ્ટ્રીય ઉચ્‍ચ સુરક્ષા પશુ રોગ સંસ્‍થાન (ICAR-NIHSAD) ના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ સ્‍વદેશી બર્ડ ફલૂ વેક્‍સિન વિકસાવી છે.

આ વેક્‍સિન ખાસ કરીને ણ્‍૫ફ૧ વાયરસના ક્‍લેડ 2.3.2.1a સામે તૈયાર કરવામાં આવી છે. કેન્‍દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિહ ચૌહાણ આગામી ૨૦ નવેમ્‍બરે ભોપાલ ખાતે આ રસીને રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ સ્‍વદેશી રસીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો માત્ર એક ડોઝ મરઘીઓને ૬ મહિના સુધી બર્ડ ફલૂના સંક્રમણ સામે રક્ષણ આપે છે. આનાથી પોલ્‍ટ્રી ફાર્મ સંચાલકોને વારંવાર રસીકરણ કરાવવાની ઝંઝટમાંથી મુક્‍તિ મળશે. આ વેક્‍સિનનો સૌથી વધુ લાભ લેયર્સ (ઈંડા ઉત્‍પાદન માટે પળાતી મરઘીઓ) અને બ્રીડર્સ (પ્રજનન માટે પળાતી મરઘીઓ) ને મળશે, કારણ કે તેમનું આયુષ્‍ય બ્રોયલર મરઘીઓ કરતાં વધુ હોય છે.

કરોડો રૂપિયાના આર્થિક નુકસાન અને મનુષ્‍યોમાં સંક્રમણ અટકાવવામાં મદદરૂપ ભારતમાં વર્ષ ૨૦૦૬ માં પ્રથમ વખત બર્ડ ફલૂનો પ્રકોપ નોંધાયો હતો અને ત્‍યારથી અત્‍યાર સુધી ૫૦૦ થી વધુ વખત સંક્રમણના કેસ સામે આવ્‍યા છે. ણ્‍૫ફ૧ વાયરસ ફેલાય ત્‍યારે મરઘીઓનો મૃત્‍યુદર ૧૦૦% સુધી પહોંચી જાય છે, જેના કારણે શરૂઆતના પ્રકોપમાં જ ઉદ્યોગને રૂા.૨,૨૦૦ થી રૂા.૩,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.

વધુમાં, વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (WHO) મુજબ વર્ષ ૨૦૦૩ થી અત્‍યાર સુધી વિશ્વભરમાં મનુષ્‍યોમાં H5N1 સંક્રમણના ૧,૦૦૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૪૭૯ લોકોના મોત થયા છે. મરઘીઓમાં રસીકરણ થવાથી મનુષ્‍યોમાં ફેલાતા સંક્રમણનું જોખમ પણ ઘટશે.

ભારતીય વાયરસ સ્‍ટ્રેન મુજબ તૈયાર કરાઈ રસી, પશુ ચિકિત્‍સકોની દેખરેખમાં થશે ઉપયોગ  ચીન, ઈજિપ્ત અને વિયેતનામ જેવા દેશોની રસી ત્‍યાંના વાયરસ સ્‍ટ્રેન (Virus Strain) મુજબ બનેલી હોવાથી ભારતમાં પૂરતી અસરકારક નહોતી. તેથી ભોપાલના વૈજ્ઞાનિકોએ ભારતીય પરિસ્‍થિતિઓને અનુરૂપ આ રસી બનાવી છે. આગામી સમયમાં વ્‍યવસાયિક પોલ્‍ટ્રી ફાર્મમાં પશુ ચિકિત્‍સકો અને તાલીમબદ્ધ કર્મચારીઓની દેખરેખ હેઠળ તબક્કાવાર આ રસીનો ઉપયોગ કરવામાં આવશે.

(3:32 PM IST)