તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
સોના-ચાંદીના ભાવમાં કડાકો :સોનું હાઈસ્તરથી 60 હજાર પ્રતિ 10 ગ્રામ અને ચાંદી હાઈ લેવલથી 2 લાખથી વધુ સસ્તી
અમેરિકી ફેડરલ રિઝર્વના પગલાંને કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતા વૈશ્વિક બજારમાં સોના-ચાંદી પર દબાણ વધ્યું

સોના અને ચાંદીના ભાવમાં રસ ધરાવતા ગ્રાહકો માટે મોટી રાહતની ખબર છે. ચાલુ સપ્તાહ અને જુલાઈ મહિના દરમિયાન કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અને ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોનું તેના ઓલટાઈમ હાઈ સ્તરથી લગભગ 60,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી તેના રેકોર્ડ હાઈ લેવલથી 2.03 લાખથી વધુ સસ્તી થઈ ગઈ છે.
આજના લેટેસ્ટ ભાવ (પ્રતિ 10 ગ્રામ):
24 કેરેટ સોનું: 1,41,159
22 કેરેટ સોનું: 1,37,770
20 કેરેટ સોનું: 1,25,630
18 કેરેટ સોનું: 1,14,340
14 કેરેટ સોનું: 91,050
ચાંદી: 2,15,474 પ્રતિ કિલો
જુલાઈ 2026માં આવેલી આ ભયાનક કડાકા પાછળ મુખ્ય બે વૈશ્વિક કારણો જવાબદાર છે:
જાન્યુઆરી 2026માં ચાંદી તેના ઐતિહાસિક શિખર 4,20,048 પ્રતિ કિલો પર પહોંચી હતી. ઊંચા ભાવને કારણે મોટા રોકાણકારોએ મોટા પાયે નફો વસૂલવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં પુરવઠો વધ્યો અને ભાવ અડધાથી પણ ઓછા થઈ ગયા.
અમેરિકી ફેડરલ રિઝર્વના પગલાંને કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે વૈશ્વિક બજારમાં સોના-ચાંદી પર દબાણ વધે છે, જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
