<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સરહદ ઓળંગવી એ આતંકવાદ નથીઃ સુપ્રીમ કોર્ટની બાંગ્‍લાદેશી નાગરિકના કેસમાં મોટી ટિપ્‍પણી!

માનવ તસ્‍કરીના આરોપ વચ્‍ચે કોર્ટે આતંકવાદ અને ઘૂસણખોરી વચ્‍ચેની સ્‍પષ્ટતા કરી! : બેંગલુરુમાં ૧૦ વર્ષથી રહેતા વ્‍યક્‍તિને આતંકવાદી ગણાવતા પહેલા પુરાવા જરૂરીઃ NIA ને શરતી જામીન આપવા આદેશ

નવી દિલ્‍હી, તા.૮: સુપ્રીમ કોર્ટે એક સીમાચિホરૂપ ચુકાદો આપતા સ્‍પષ્ટ કર્યું છે કે માત્ર ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગવી એ આતંકવાદી પ્રવળત્તિનો પુરાવો નથી. જસ્‍ટિસ બાગચીની ખંડપીઠે બાંગ્‍લાદેશી મૂળના એક વ્‍યક્‍તિને જામીન આપતા અવલોકન કર્યું કે, કોઈ પણ વ્‍યક્‍તિ આંતરરાષ્‍ટ્રીય સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશે ત્‍યારે તેને સીધો કોઈ આતંકવાદી સંગઠન સાથે સાંકળી શકાય નહીં, સિવાય કે તેના નક્કર પુરાવા મળે. આ કેસમાં આરોપી છેલ્લા ૧૦ વર્ષથી બેંગલુરુમાં સ્‍થાયી થયો હતો અને તપાસ એજન્‍સીઓ તેના આતંકવાદી જૂથો સાથેના જોડાણ સાબિત કરવામાં નિષ્‍ફળ રહી છે. આ ટિપ્‍પણીથી કાયદાકીય વર્તુળોમાં મોટી ચર્ચા છેડાઈ છે.

અરજદાર પર આરોપ હતો કે તે બાંગ્‍લાદેશ અને મ્‍યાનમારથી ભારતમાં માનવ તસ્‍કરી કરતી એક આંતરરાષ્‍ટ્રીય ગેંગનો સક્રિય સભ્‍ય છે. નવેમ્‍બર ૨૦૨૩માં તેની ધરપકડ બાદથી તે જેલમાં હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું કે આ જ કેસમાં તેના અન્‍ય સાથીદારોને અગાઉ જામીન મળી ચૂકયા છે. જોકે, આ કેસમાં આરોપી વિદેશી નાગરિક હોવાથી અને ભારતમાં તેનું કાયમી રહેઠાણ ન હોવાથી કોર્ટે જામીન આપતી વખતે અત્‍યંત કડક શરતો લગાવી છે. કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવતા કહ્યું કે, જેલમાં અનિヘતિ કાળ સુધી રાખવાને બદલે તપાસમાં સહકાર આપવાની શરતે તેને મુક્‍ત કરવો જોઈએ.

જામીનની શરતો મુજબ, આરોપીએ બેંગલુરુમાં પોતાનું ચોક્કસ રહેઠાણ સરનામું ફત્‍ખ્‍ ને આપવું પડશે અને એજન્‍સી તેના મકાનમાલિકના નિવેદનની ચકાસણી કરશે. આ ઉપરાંત, તેણે દર શનિવારે ફરજિયાતપણે સ્‍થાનિક NIA કચેરીમાં હાજરી પુરાવવી પડશે. આ કેસ એવા સમયે સામે આવ્‍યો છે જ્‍યારે કેન્‍દ્ર સરકાર ઘૂસણખોરી અને નકલી દસ્‍તાવેજોના નેટવર્કને તોડવા માટે NIA ને વધુ સત્તા આપી રહી છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે તે રાષ્‍ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ નથી કરી રહી, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં પુરાવા વગરના આક્ષેપો સ્‍વીકારી શકાય નહીં. 

(2:50 PM IST)