તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
મધ્યપૂર્વમાં ફરી તણાવ અને ટ્રમ્પની ધમકીથી ક્રૂડ ઓઇલમાં જબરજસ્ત ઉછાળો
હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને પગલે બ્રેન્ટ ક્રૂડ $78.66 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય બજારમાં રાજકારણમાં આવેલા વળાંકને કારણે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના શાંતિ કરાર રદ કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 6% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
તુર્કીમાં આયોજિત નાટો સમિટ દરમિયાન ટ્રમ્પના નિવેદને ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને પગલે બ્રેન્ટ ક્રૂડ $78.66 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે આયાત મોંઘી બનતા, સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે. હાલમાં ભારતમાં ભાવ 25 મેથી સ્થિર છે, પરંતુ જો ક્રૂડ ઓઈલના ભાવ $80 ની ઉપર ટકી રહેશે, તો આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
