તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 7th July 2026
ઘોર કળિયુગઃ ૩૩ વર્ષની મામી ૩૨ વર્ષના ભાણેજ પર ફીદા થઈ આબરુંની ધૂળધાણી કરી સાથે રહેવા લાગ્યા, હવે બંનેની લાશ મળી
મામી-ભાણેજની લવ સ્ટોરીનો અંત

ઉત્તર ૨૪ પરગણા તા.૭: પヘમિ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ૩૩ વર્ષીય પરિણીત મહિલા અને તેના ૩૨ વર્ષીય ભાણેજ વચ્ચે કથિત રીતે પ્રેમ સંબંધ અને લિવ ઇનમાં રહેવાની કહાનીનો અંત બે શંકાસ્પદ મોત સાથે થયો. જેમાંથી એકની લાશ રેલવે ટ્રેક પરથી મળી, જ્યારે બીજાની લાશ ભાડાના મકાનની અંદરથી મળી. હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને કેટલાય સવાલોના જવાબ શોધી રહી છે.
પોલીસ અને પરિવાર પાસેથી મળતી જાણકારી અનુસાર, મૃત મહિલા રુનૂ મંડલના લગ્ન લગભગ ૧૪ વર્ષ પહેલા બનગાંવમાં થયા હતા. લગ્ન બાદ તે તેના પિયર બશીરહાટમાં આવતી-જતી રહેતી. આ દરમ્યાન તેની મુલાકાત દેબાશીષ મંડલ સાથે થતી, જે સંબંધમાં તેને ભાણેજ થાય છે.
કહેવાય છે કે સમય સાથે બંને વચ્ચે પ્રેમ થયો. પરિવારથી દૂર જવાનો નિર્ણય કર્યા બાદ બંનેએ બશીરહાટમાં એક ભાડાનું મકાન લઈને સાથે રહેવાનું શરુ કરી દીધું. છેલ્લા કેટલાય મહિનાથી બંને કથિત રીતે લિવ-ઈનમાં રહેતા હતા.
ઘટનાવાળા દિવસે સૌથી પહેલા બશીરહાટ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી મહિલા રૂનુ મંડલની લાશ મળી. આ દરમ્યાન પોલીસને સૂચના મળી કે એક ભાડાના મકાનમાં એક યુવક બેભાન અવસ્થામાં પડ્યો છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો, જ્યાં દેબાશીષ મંડલ મૃત મળ્યો. ત્યાર બાદ આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ.
દેબાશીષના પરિવારે આરોપ લગાવ્યો કે તે છેલ્લા કેટલાક સમયથી આ સંબંધને લઈ માનસિક તણાવમાં હતો. પરિવારનું કહેવું છે કે તેમણે હાલમાં જ તેમના પિતાને ફોન કરી ઘરે પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારનો એવો પણ દાવો છે કે ઘટના પહેલા રૂનુએ ખુદ દેબાશીષના પિતાને ફોન કર્યો અને કથિત રીતે કહ્યું કે તેણે દેબાશીષને મારી નાખ્યો છે અને હવે તે ખુદ જીવ આપવા જઈ રહી છે. જો કે આ દાવાની હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પોલીસ હવે આ કેસમાં તપાસ કરી રહી છે.
તપાસ એજન્સીઓ કેટલાય મહત્ત્વના બિદુઓ પર કામ કરી રહી છે, જેમાં
શું દેબાશીષનું મોત હત્યા છે કે આત્મહત્યા?
મહિલાનું રેલવે ટ્રેક પર મોત આત્મહત્યા હતી કે હત્યા તેની પાછળના કારણો શું છે?
બંને વચ્ચે છેલ્લે શું થયું હતું? મોબાઈલ કોલ રેકોર્ડ અને ફોરેન્સિક પુરાવા શું બતાવે છે? કથિત ફોન કોલની સચ્ચાઈ શું છે?
આ તમામ પાસાની પોલીસ તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તસવીર સાફ થઈ જશે. પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને મોબાઈલ ફોનની તપાસ બાદ મોતનું અસલી કારણ સ્પષ્ટ થઈ જશે. હાલમાં પોલીસે આ મામલો નોંધી તપાસ શરુ કરી દીધી છે અને તમામ સંભવિત એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
