<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઘોર કળિયુગઃ જેને પાપા કહેતી હતી તેને જ ૧૯ વર્ષની છોકરીએ મનનો માણિગાર બનાવી લીધો

લિવ ઈન રિલેશનશિપમાં રહેનાર એક વ્‍યક્‍તિ ૧૯ વર્ષની સાવકી દીકરીને લઈને ભાગી ગયો

ગોરખપુર તા.૨૦:  ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં લિવ ઈન રિલેશનશિપમાં રહેનારા એક વ્‍યક્‍તિ ૧૯ વર્ષની સાવકી દીકરીને લઈને ભાગી ગયો. આ ઘટના બાદ લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાએ આવેદન આપી ફરિયાદ નોંધાવી છે. કહેવાય છે કે જે ૧૯ વર્ષિય સાવકી દીકરીને લઈ વ્‍યક્‍તિ ફરાર થયો છે, તે દીકરી તેને પાપા કહીને બોલાવતી હતી. મહિલાનું કહેવું છે કે તે ૪ વર્ષથી આરોપી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. મહિલાએ કહ્યું કે, તે વ્‍યક્‍તિએ ખૂબ જ શરમજનક કામ કર્યું છે. મહિલાએ કહ્યું કે તેની દીકરી સાથે કોઈ પણ સમયે અઘટિત ઘટના બની શકે છે. આ સમગ્ર મામલો હરપુર વિસ્‍તારનો છે.

મહિલાએ વ્‍યક્‍તિ વિરુદ્ધ કેસ નોંધી પોલીસ પાસેથી દીકરીને સુરક્ષિત શોધી લાવવાની વિનંતિ કરી છે. વળી પોલીસે ફરિયાદ નોંધી બાપ-દીકરીની શોધવાની તજવીજ હાથ ધરી છે. મહિલા ગોરખપુર જિલ્‍લાના હરપુરબુદહટ વિસ્‍તારની રહેવાસી છે. તેણે જણાવ્‍યું કે તેના પહેલા લગ્નથી બે બાળકો છે. પહેલો પતિ તેને છોડી દિલ્‍હીમાં રહે છે. આ દરમિયાન તેની મુલાકાત ૪૫ વર્ષિય પરિણીત એક વ્‍યક્‍તિ સાથે થઈ. મહિલાનું કહેવું છે કે તેની દીકરીની દેખરેખ પણ રાખતો હતો. બાળકો તેને પરિવારનો સભ્‍ય માનતા હતા.

મહિલાનું કહેવું છે કે તેની ૧૯ વર્ષિય દીકરી તેને પાપા કહીને બોલાવતી હતી. તે મારી દીકરીઓને ફરવા પણ લઈ જતો હતો. મહિલાએ કહ્યું કે આરોપી યુવકના પહેલા લગ્ન થઈ ચૂક્‍યા છે. તેને ત્રણ બાળકો પણ છે. તે એ બધાને છોડી મારી સાથે રહેતો હતો. મહિલાનો આરોપ છે કે ૧૫ મેની રાતે તેની ૧૯ વર્ષિય દીકરીને પહેલા ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો. બીજા દિવસે મહિલાએ બંનેને શોધ કરી પણ ક્‍યાંય પત્તો લાગ્‍યો નહીં. મહિલાએ જણાવ્‍યું કે તેની દીકરી ગ્રેજ્‍યુએટ કરી રહી છે.

તો વળી આ મામલામાં ક્ષેત્રાધિકારી ગીડા યોગેન્‍દ્ર સિહે જણાવ્‍યું કે પોલીસે મહિલાના આવેદન પર ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે. પોલીસ આરોપીને યુપીમાં શોધી રહી છે. પોલીસ બાપ-દીકરી બંનેને શોધી રહી છે. પોલીસનો દાવો છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

ગોરખપુરમાં લિવ ઈન રિલેશનશિપનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. એક વ્‍યક્‍તિ પોતાની ૧૯ વર્ષિય સાવકી દીકરીને લઈ ભાગી ગયો. જેને તે પાપા કહીને બોલાવતી હતી. ચાર વર્ષથી લિવ ઈનમાં રહેતી માએ હરપુર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે આરોપી વ્‍યક્‍તિ અને દીકરીને શોધી રહી છે.

(10:50 AM IST)