<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ક્રિપ્‍ટો ફયૂચર્સ ટ્રેડિંગમાં ૩૦૦% વૃદ્ધિ નોંધાઈ દેશમાં નાના શહેરોમાં પણ વધતું ક્રિપ્‍ટોનું ચલણ

પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ૯૫% રોકાણકારો ક્રિપ્‍ટોપ્‍લેટફોર્મ તરફ વળ્‍યાં

મુંબઈ,તા.૨૭: ૨૦૨૬ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળા માટેનો ઇન્‍ડિયા ક્રિપ્‍ટો ટ્રેન્‍ડ્‍સનો રિપોર્ટ જાહેર થયો છે. તેમાં જણાવાયું છે કે તાજેતરની મંદી બાદ લગભગ ૯૫% રોકાણકારો ફરી ક્રિપ્‍ટો પ્‍લેટફોર્મ તરફ વળ્‍યા છે. એવી જ રીતે ક્રિપ્‍ટો ફયુચર ટ્રેડિગમાં ૩૦૦%ની વૃધ્‍ધિ નોંધાઈ છે. આ રિપોર્ટમાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન યૂઝર બિહેવિયર, માર્કેટ પાર્ટિસિપેશન અને ટ્રેડિગ ટ્રેન્‍ડ્‍સનું વ્‍યાપક વિશ્‍લેષણ પણ કરાયું છે. આ રિપોર્ટ પ્‍લેટફોર્મ ફરી શરૂ થયા પછી રોકાણકારના વધેલા વિશ્વાસનો પુનરોચ્‍ચાર કરે છે. આ અહેવાલના સૌથી મહત્ત્વપૂર્ણ તારણોમાંનું એક વઝિરએસ કમ્‍યુનિટીનું પાછા ફરવું છે. પ્‍લેટફોર્મ ફરી શરૂ થયા પછીના તમામ ટ્રેડર્સમાંથી લગભગ ૯૫% યુઝર્સ જૂના હતા, જ્‍યારે પાછા ફરનારા દર સાતમાંથી એક ટ્રેડરે નવું મૂડીરોકાણ ઉમેર્યું છે.

આ દરમિયાન માર્ચ અને જૂન વચ્‍ચે ટ્રેડિગ વેલ્‍યૂમાં ૩૦૦%નો વધારો થવાથી ફયુચર્સ પ્‍લેટફોર્મના સૌથી ઝડપથી વિકસતા વિકલ્‍પો પૈકી એક તરીકે ઉભરી આવ્‍યું છે. ૯૩% કરતાં વધુ ફયૂચર્સ યૂઝર્સ પણ સક્રિય સ્‍પોટ ટ્રેડર્સ તરીકે રહ્યા છે, જે ઈ કોસિસ્‍ટમ સાથેનું ઊંડું જોડાણ દર્શાવે છે. આ રિપોર્ટ આજના ભારતીય ક્રિપ્‍ટો રોકાણકારનું સ્‍પષ્ટ ચિત્ર પણ રજૂ કરે છે.

સરેરાશ વિઝરએક્‍સ યુઝર બિન-મેટ્રો શહેરનો ૩૪ વર્ષીય નોકરિયાત વ્‍યાવસાયિક છે, જેમાં ચકાસાયેલા યુઝર્સમાંથી ૮૨% કરતાં વધુ યુઝર્સ બિન-મેટ્રો શહેરોમાંથી આવે છે. મિલિનિયલ્‍સ પ્રાથમિક ગ્રોથ એન્‍જિન તરીકે યથાવત છે, જેમાં ૫૦.૮% યુઝર્સની ઉંમર ૨૫ થી ૩૪ વર્ષની વચ્‍ચે છે, જ્‍યારે લગભગ ૮૦% યુઝર્સ ૨૫-૪૪ વર્ષની વય જૂથમાં આવે છે.

સ્‍ટેબલકોઇન્‍સે ટ્રેડિગ વોલ્‍યૂમના ૩૮.૫% ભાગનું યોગદાન આપ્‍યું હતું, જ્‍યારે બિટકોઈન, ઇથેરિયમ અને અન્‍ય એસેટ્‍સે કુલ વોલ્‍યૂમમાં ૨૮.૪% યોગદાન આપ્‍યું હતું. તે જ સમયે. મિમ કોઈન્‍સે સૌથી વધુ સંખ્‍યામાં યુનિક ટ્રેડર્સને આકર્ષિત કર્યા હતાં. ભારતીય યુઝર્સ માટે ફ્રી ક્રિપ્‍ટો ટેક્‍સ રિપોર્ટિગ પ્‍લેટફોર્મ 'Taxlyst' રજૂ કર્યું. જેમ જેમ વૈશ્વિક સ્‍તરે સંસ્‍થાગત સ્‍વીકૃતિ વધે છે અને નિયમનકારી સ્‍પષ્ટતામાં સુધારો થતો જાય છે, તેમ તેમ લાખો ભારતીય યુઝર્સ માટે સુરક્ષિત, પારદર્શક અને સુલભ ક્રિપ્‍ટો ઇકોસિસ્‍ટમ ઊભી થશે.

(10:38 AM IST)