News of Sunday, 24th May 2026
ટ્રમ્પની ઈરાન નીતિ અંગે અનિશ્ચિતતા અને સોશિયલ મીડિયા અફવાઓ વચ્ચે ક્રિપ્ટો બજારમાં ગભરાટ: વ્હાઇટ હાઉસ તરફથી ઈમરજન્સી જાહેરાત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં”
રોકાણકારોમાં ગભરાટ: 'એક્સ' પર અફવાઓ વચ્ચે બિટકોઇનમાં $7.3 કરોડનું મોટું શોર્ટ સેલિંગ એક જાણીતા આંતરરાષ્ટ્રીય ઇન્સાઇડર ટ્રેડરે બજાર ઘટવાની ધારણાએ મોટી પોઝિશન ઓપન કરી; સામાન્ય રોકાણકારો ભારે મુંઝવણમાં

વોશિંગ્ટન, ૨૩ મે: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્તાહના અંતે (વીકેન્ડ પર) અચાનક વોશિંગ્ટન પરત ફર્યા હોવાના અને સંભવત આજે વહેલી સવારે કોઈ મોટી ઇમરજન્સી જાહેરાત (ઇમરજન્સી એનાઉન્સમેન્ટ) કરવાના હોવાના સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલોને કારણે વૈશ્વિક નાણાકીય બજાર અને ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તીવ્ર ગભરાટ ફેલાયો છે. સામાન્ય રીતે પ્રમુખ ટ્રમ્પ શનિવાર કે રવિવારે સત્તાવાર સંબોધન કરતા નથી, જેથી આ સમાચાર બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે અફવાઓનું બજાર ગરમ બન્યું છે. જોકે સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થયેલા આ અહેવાલોને સત્તાવાર સમર્થન હજી સુધી મોડી રાત સુધી મળ્યું નથી
મોટા ક્રિપ્ટો રોકાણકારો સક્રિય: મોટા પાયે શોર્ટ સેલિંગ
રાત્રે ૧૨.૩૦ વાગ્યે આ લખાય છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર સચોટ અનુમાનો માટે જાણીતા ડિજિટલ મીડિયા એકાઉન્ટ્સના અહેવાલ મુજબ, એક મોટા આંતરરાષ્ટ્રીય ઇન્સાઇડર ટ્રેડરે આ સંભવિત જાહેરાત પહેલા જ અંદાજે સાડા સાત કરોડ ડોલર (૭,૩૦,૦૦,૦૦૦ યુ.એસ. ડોલર) ની કિંમતનું બિટકોઇનનું શોર્ટ સેલિંગ (ભાવ ઘટવાની ધારણાએ કરાતો વેપાર) ઓપન કરી દીધું છે. આ ટ્રેડર અગાઉ પણ બજારના મોટા કડાકાઓની સાચી ભવિષ્યવાણી કરીને અંદાજે પાંચ કરોડ ડોલરથી વધુનો નફો કમાઈ ચૂક્યો છે, જેથી રોકાણકારોમાં ફફડાટ વધી ગયો છે. જોકે આ અહેવાલોને પણ સત્તાવાર પુષ્ટિ મળતી નથી.
જાણીતી દિગ્ગજ કંપનીઓ દ્વારા ડિજિટલ એસેટ્સનું મોટાપાયે વેચાણ?
ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી અખબારોના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ 'સુપરહીટ' તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્ત્રોતોમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા બિટકોઇન અને ઇથેરિયમ જેવી મોટી ક્રિપ્ટોકરન્સીઝનું સતત લિક્વિડેશન (વેચાણ) શરૂ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલો છે. બજારના વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક સંસ્થાઓને કોઈ મોટી નકારાત્મક વિગતોની અગાઉથી જાણ થઈ હોવાને કારણે આ વેચવાલી નીકળી હોઈ શકે છે.
ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) નો અંત આવવાની આશંકા
આંતરરાષ્ટ્રીય સંરક્ષણ અને રાજદ્વારી સ્ત્રોતોના ડિજિટલ મીડિયા અહેવાલો અનુસાર, પ્રમુખ ટ્રમ્પની આ સંભવિત ઇમરજન્સી જાહેરાત પાછળ પશ્ચિમ એશિયાની સ્થિતિ જવાબદાર હોઈ શકે છે. અફવાઓ એવી પણ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીઝફાયર (યુદ્ધવિરામ) સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે અથવા અમેરિકા કોઈ લશ્કરી પગલાંની જાહેરાત કરી શકે છે. જો કે, વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બજારના નિષ્ણાતો રોકાણકારોને અત્યારે ભારે અસ્થિરતા (વોલેટિલિટી) વચ્ચે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.
હકીકત એટલી છે કે બિટકોઇન ઈટીએફમાંથી આઉટફ્લો થયા છે અને કંપનીના આઈબીઆઈટીમાં પણ મોટા આઉટફ્લોના અહેવાલો આવ્યા છે; પરંતુ “કંપની કોઈ ગુપ્ત નકારાત્મક માહિતી જાણીને બજાર ખાલી કરી રહી છે” એવો દાવો પુષ્ટિ પામતો નથી.
દરમિયાન રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે ટ્રમ્પે ઈરાન પરનો યોજાયેલ હુમલો અટકાવ્યો હતો, પરંતુ ડીલ ન થાય તો મોટો હુમલો વિકલ્પ રહી શકે છે. સીબીએસના તાજા અહેવાલ મુજબ અમેરિકા-ઈરાન વાટાઘાટો “ઘણી નજીક” પહોંચી હોવાનો ટ્રમ્પનો દાવો છે, પણ તેમણે અંતિમ નિર્ણય કર્યો નથી.
ક્રિપ્ટો બજારમાં ભારે અસ્થિરતા પણ સાચી છે. બિટકોઇન અને ઇથેરિયમ ટ્રમ્પની ઈરાન ચેતવણી પછી ઘટ્યા હતા અને મોટા પાયે લિક્વિડેશન થયા હોવાના અહેવાલો છે. કોઇનડેસ્કે બિટકોઇન બે અઠવાડિયાની નીચી સપાટીએ ગયો હોવાનું લખ્યું હતું, જ્યારે ઇકોનોમિક ટાઇમ્સના આજના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો મિલિયન ડોલરથી વધુ પોઝિશનો લિક્વિડેટ થઈ હતી.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
