તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
Ctrl+C, Ctrl+V: ભારતમાં વાયરલ થયેલી 'કોકરોચ પાર્ટી' નો ક્રેઝ હવે પાકિસ્તાનમાં પહોંચ્યો! ભ્રષ્ટ રાજકીય માફિયાઓ સામે યુવાનોએ છેડ્યું સોશિયલ મીડિયા આંદોલન
ઇન્સ્ટાગ્રામ પર 1.12 લાખથી વધુ ફોલોઅર્સ સાથે "કોકરોચ પાર્ટી પાકિસ્તાન" નો ધમાકેદાર ઉદભવ; દેશમાં મોંઘવારી, બેરોજગારી અને વંશવાદી રાજકારણ સામે યુવાનો આકરા પાણીએ!

ઇસ્લામાબાદ : ભારતમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) આંદોલનની તર્જ પર હવે પાકિસ્તાનના યુવાનોએ પણ "કોકરોચ પાર્ટી પાકિસ્તાન" નામથી એક નવી ડિજિટલ અને રાજકીય ચળવળ શરૂ કરી છે. પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી, કંગાળ અર્થતંત્ર, નબળા શાસન અને વંશવાદી રાજકારણથી કંટાળેલા યુવાનોએ આ પ્લેટફોર્મ દ્વારા દેશના ભ્રષ્ટ ઉચ્ચ વર્ગ અને રાજકીય માફિયાઓ સામે મોરચો માંડ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર આ જૂથે ટૂંકા જ સમયમાં 1,12,000 થી વધુ ફોલોઅર્સ એકઠા કરી લીધા છે. "પાકિસ્તાન તેના લોકોનું છે, ભ્રષ્ટ માફિયાઓનું નહીં" ના બુલંદ નારા સાથે આ યુવા ચળવળ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મે મહિનામાં બનાવવામાં આવ્યું હતું અને તે કેનેડાથી ઓપરેટ થઈ રહ્યું છે. આ જૂથે સલમાન તરારને તેના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે અને સંગઠનનો વિસ્તાર કરવા માટે વિવિધ પદો માટે અરજીઓ પણ મંગાવી છે.
કોકરોચ પાર્ટી પાકિસ્તાનના મુખ્ય એજન્ડા:
· શાસન અને આર્થિક સુધારા: પારદર્શિતા, રોજગાર સર્જન અને દેશના ઊર્જા તથા પાણીના સંકટનો કાયમી ઉકેલ.
· ભ્રષ્ટાચાર અને વંશવાદ સામે લડાઈ: રાજકીય વિશેષાધિકાર ધરાવતા પરિવારવાદ અને ભ્રષ્ટ નેતાઓ સામે અવાજ ઉઠાવવો.
· શિક્ષણ અને લોકશાહી: દેશના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને મજબૂત લોકશાહી સુધારા પૂરા પાડવા.
પાકિસ્તાનની લશ્કરી-રાજકીય સ્થાપના અને સત્તાધીશો સામે દેશના લોકોમાં લાંબા સમયથી ચાલી રહેલી હતાશા આ સોશિયલ મીડિયા આંદોલન સ્વરૂપે બહાર આવી રહી છે. વિશ્લેષકોના મતે, વડાપ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની સરકાર મોંઘવારી અને બેરોજગારી ડામવામાં નિષ્ફળ રહી હોવાથી યુવાનો આવા વાયરલ ટ્રેન્ડ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે, આ ઓનલાઈન આંદોલન વાસ્તવિક રાજકીય બદલાવ લાવી શકશે કે કેમ તે અંગે હજુ પ્રશ્નાર્થ છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
