<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ક્યુબાની રાષ્ટ્રીય વીજવ્યવસ્થા ધરાશાયી: સમગ્ર દેશમાં અંધારપટ, પુનઃસ્થાપનની કામગીરી શરૂ: લાખો લોકો વીજળી વિના રહ્યા: સરકાર પડી ગઈ’ હોવાના દાવા

હવાના, તા. ૧૯ : ક્યુબાની રાષ્ટ્રીય વીજવ્યવસ્થા શુક્રવારે સંપૂર્ણપણે ખોરવાતાં સમગ્ર દેશમાં અંધારપટ છવાયો અને લાખો લોકો વીજળી વિના રહ્યા હતા. 

ક્યુબાના ઊર્જા વિભાગે વીજજાળ તૂટી પડ્યાની પુષ્ટિ કરીને પુરવઠો પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું. 

વીજવ્યવસ્થા અચાનક કેમ ધરાશાયી થઈ તેનું ચોક્કસ કારણ તાત્કાલિક જાહેર કરાયું નહોતું. ક્યુબામાં જૂનાં વીજમથકો, ઈંધણ અને જરૂરી યાંત્રિક ભાગોની અછતને કારણે લાંબા વીજકાપ સામાન્ય બન્યા છે. 

અગાઉ પણ અનેક વખત રાષ્ટ્રીય વીજજાળ ખોરવાઈ ચૂકી છે. ‘સરકાર પડી ગઈ’ હોવાના દાવાને સમર્થન આપતી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

(9:51 AM IST)